લસણીયા ગાજર (Garlic Carrot Recipe In Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#BW
#Bye_Bye_Winter
#cookpadgujarati

આજે આપણે બનાવીશું લસણીયા ગાજર. આ લસણીયા ગાજર ખાવામા તો એકદમ સરસ લાગે છે અને બનાવવા પણ ઝડપી બની જાય છે. આ લસણીયા ગાજર રોટલા કે ખિચડી સાથે ખાસો તો બહુ જ મજા પડી જશે. તો જોઇલો કેવી રીતે ઘરે ઝડપી લસણીયા ગાજર બનાવી શકાય.

લસણીયા ગાજર (Garlic Carrot Recipe In Gujarati)

#BW
#Bye_Bye_Winter
#cookpadgujarati

આજે આપણે બનાવીશું લસણીયા ગાજર. આ લસણીયા ગાજર ખાવામા તો એકદમ સરસ લાગે છે અને બનાવવા પણ ઝડપી બની જાય છે. આ લસણીયા ગાજર રોટલા કે ખિચડી સાથે ખાસો તો બહુ જ મજા પડી જશે. તો જોઇલો કેવી રીતે ઘરે ઝડપી લસણીયા ગાજર બનાવી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ
  1. 2 નંગમીડિયમ સાઇઝ ગાજર
  2. 8-10 નંગલસણની કળી
  3. 1 tspલાલ મરચું પાઉડર
  4. 1/2 tspમીઠું
  5. 1/4 tspહિંગ
  6. 1/2 tspલીંબુ નો રસ
  7. 2 tspસીંગતેલ
  8. 👉 ગાર્નિશ માટે :--
  9. જીની સમારેલી લીલી કોથમીરના પાન

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગાજર ને ધોઈ કોરા કરી લો. હવે તેને પિલર ચપ્પુની મદદથી છાલ ઉતારી લાંબી-લાંબી ચિપ્સમાં કટ કરી લો.

  2. 2

    હવે ખલ માં લસણ, મીઠું, લાલ મરચુ પાઉડર અને હીંગ ઉમેરી ખાંડી લો.

  3. 3

    હવે કટ કરેલા ગાજરમાં લસણની ચટણી, લીંબુ નો રસ અને સીંગતેલ નાખી મીક્સ કરી લો. ઉપર લીલી કોથમીર ના પાન ભભરાવી ગાર્નિશ કરી લો.

  4. 4

    હવે આપણા લસણીયા ગાજર તૈયાર છે સર્વ કરવા માટે. આ લસણીયા ગાજર બહુ ટેસ્ટી લાગે છે.

  5. 5
  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes