બદામ શેક

ઉનાળામાં ઠંડક આપતા બજારમાં મળતા બદામ શેક ની રીત ખૂબજ સરળ છે અને બજાર થી ઓછા ખર્ચ માં બનાવી શકાય છે
બદામ શેક
ઉનાળામાં ઠંડક આપતા બજારમાં મળતા બદામ શેક ની રીત ખૂબજ સરળ છે અને બજાર થી ઓછા ખર્ચ માં બનાવી શકાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ૧ વાટકી જેટલું ઠંડુ દૂધ અલગ રાખી બાકી ના દૂધ ને જાડા તળિયા વાળા વાસણ માં ધીમાં તાપે ઉકળવા મૂકી દો.
- 2
૧ વાટકા માં ગરમ પાણી કરી તેમાં ૨૫ ગ્રામ બદામ ને ૧૦ મિનિટ પલળવા દો. ત્યારબાદ બદામ ની છાલ કાઢી મિક્ષ્ચર જાર માં થોડા દૂધ સાથે બદામ ને પીસી પેસ્ટ બનાવી લો.
- 3
હવે દૂધ માં ખાંડ, ઇલાયચી પાઉડર નાખી ઉકળવા દો.
- 4
વાટકી માં અલગ રાખેલા દૂધ માં કસ્ટર્ડ પાઉડર નાખી બરાબર મિક્સ કરી તેને ઉકળતા દૂધમાં નાખી મધ્યમ તાપે સતત હલાવતા રહો. હવે તેમાં બદામ ની પેસ્ટ ઉમેરી હલાવતા રહો.૫ મિનિટ માં દૂધ ઘટ્ટ થઈ જશે
- 5
હવે તેને સામાન્ય તાપમાને ઠરવા દો. ૨૫ ગ્રામ બદામ ની કતરણ ઉમેરી મિક્સ કરી પછી ફ્રીજ માં ઠંડુ કરી બદામ ની કતરણ થી સજાવી પીરસો.
Keywords
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ