Reechesh J Chhaya
Reechesh J Chhaya @ReecheshChhaya
વિન્ટર-સ્પેશિયલ હોટ ચોકલેટ ક્રિસમસ બીટરૂટ કટલેટ લિસ્ટ ઝૂમ સેશન Masterchef આ બધા અંગ્રેજી શબ્દો ઉપરાંત અન્ય કયાં અંગ્રેજી શબ્દો વાળી વાનગી "માન્ય ગણાશે" તેની સ્પષ્ટતા, "રસોઇ-પૃષ્ઠ" ની "વ્યવસ્થાપક મંડળી" સત્વરે કરે તે આજની અણમોલ ઘડીની અતિ આવશ્યક પ્રાસંગિકતા છે. અન્યથા કદાચિત એવું ન ઘટિત થાય કે શુદ્ધ સ્પષ્ટ ગુજરાતી ભાષા ને રસોઇ-પૃષ્ઠ નિષ્ણાંતોના ઘોર નિબીડ તમસમય જ્ઞાનવિહીન નિસ્તેજ વૈચારિક વ્યાપાર વિનિમય ના પરિણામ સ્વરૂપે, એક પણ યોગ્ય વ્યંજન ની પુણ્ય પ્રાપ્યતાના અનુચિત અભાવે, રસ રંજન કાજે નિર્મિત પ્રવૃત્તિ નું શતમુખી વિનિપાતે કાળભક્ષિત કરૂણ કલાંતમય કપોત પતન થઇને પુનીત પ્રાણપંખેરૂનું પિંજરભંગ થાય.