ફરાળી બટાકા વડા (Farali Bataka Vada Recipe In Gujarati)

Jayshree G Doshi @cook_27788835
ફરાળી બટાકા વડા (Farali Bataka Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકાને કૂકરમાં બે સીટી વગાડી બાફી લો. પછી ઠંડા પડે એટલે તેને છીણી લો. હવે તેમાં આદુ મરચાની પેસ્ટ, સ્વાદ મુજબ સિંધવ, લીંબુનો રસ, ખાંડ, મરી પાઉડર, કોથમીર નાખી મિક્સ કરી તેના વડા જેવું ગોળ બનાવો.
- 2
હવે એક બાઉલમાં રાજગરો શિંગોડાનો લોટ, સિંધવ, લાલ મરચું નાખી ખીરું તૈયાર કરો. કઢાઈમાં તેલ ગરમ મૂકો.તેલ ગરમ થાય એટલે વડાને ખીરામાં બોળી ગરમ તેલમાં મૂકો. ધીમા તાપે તરો. ક્રિસ્પી થાય એટલે એક પ્લેટમાં કાઢી લો. ગેસ બંધ કરો.
- 3
તૈયાર છે ફરાળી બટાકાવડા. તેને સર્વિંગ પ્લેટ મા લઈ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15401774




ટિપ્પણીઓ