તંદુરી ઢોકળા (Tandoori Dhokla Recipe In Gujarati)

#LO
સફેદ ઢોકળાં ગુજરાતી રસોડામાં બનતી પ્રચલિત વાનગી છે. મેં અહી વધેલા ભાત નો ઉપયોગ કરીને તેમાં તંદુરી મસાલા નો સ્વાદ આપીને તંદુરી ઢોકળા બનાવ્યા છે જે વધેલા ભાત ને એક નવું સ્વરૂપ આપે છે અને ખાનાર ને ખબર પણ નહી પડે કે તે leftover નું makeover છે. આ ઘર માં ઉપ્લબ્ધ સામગ્રી થી તૈયાર થઈ જાય છે. નાસ્તા માટે એક સારો ઓપ્શન છે.
રેસિપી વીડિયો લિંક
https://youtu.be/4hwkk0Ge4zQ

રાંધવાની સૂચનાઓ
- 1
વધેલા ભાતને મિક્સર જારમાં લઈ પાણી ઉમેરી પેસ્ટ બનાવી લો.
- 2
એક વાટકા માં બેસન, સુજી, ભાત ની પેસ્ટ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી મિક્સ કરી લો.
- 3
આ મિશ્રણ ને ઢાંકણ ઢાંકી સાઇડ પર 10 મીનીટ માટે મૂકી દો.
- 4
10 મિનિટ પછી મિશ્રણ થોડું જાડું થાય જશે. બરાબર મિક્સ કરી લો.
- 5
તેમાં બેકિંગ સોડા ઉમેરી ફીણી લો.
- 6
તેલ લગાવેલી પ્લેટ માં પાથરી ઈડલી સ્ટીમર માં બાફવા મૂકી દો. 12-15 મિનિટ માટે કૂક થવા દો.
- 7
તંદુરી મસાલો બનાવવા માટેની સામગ્રી એક બાઉલ માં ભેગી કરી મિક્સ કરી લો.
- 8
ઢોકળા બફાઈ જાય એટલે થોડા ઠંડા પડે એટલે ટુકડાં કરી લો.
- 9
પેન માં તેલ મૂકી તેમાં તંદુરી મસાલો 2 મોટી ચમચી જેટલો ઉમેરી બધા ઢોકળા ઉમેરી દો.
- 10
બધા ઢોકળા પર મસાલો સારી રીતે ચઢી જાય એમ મિક્સ કરી ઉપર થી કોથમીર ભભરાવી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (3)