ગોળકેરી નું અથાણું (Golkeri Athanu Recipe In Gujarati)

#APR
આ અથાણુ મારા ઘરમાં મારા પતિને ખૂબ જ ભાવે છે તેથી આ વાનગી હું તેને dedicate કરું છું આ અથાણું પ્રવાસમાં પણ આપણે સાથે લઈ જઈ શકે છે સાથે સાથે તેમાં તેલ ખૂબ જ ઓછો ઉપયોગ થતો હોવાથી તે હેલ્થ માટે પણ સારું છે અને તેની અંદર ખાટો મીઠો ખારો તીખો બધું જ સ્વાદ આવી જતો હોવાથી ટેસ્ટમાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે થેપલાં ભાખરી પરાઠા બધા સાથે સર્વ કરી શકાય છે.

રાંધવાની સૂચનાઓ
- 1
કેરીના કટકા કરી હળદર અને મીઠું છાંટી આખી રાત રાખી મૂકો થોડી થોડી વારે હલાવતા રહો જેથી તેમાં મીઠાનું પાણી થઇ જશે અને કેરી માં મીઠું બરાબર ચડી જશે હવે તે પાણીમાંથી કેરી નીતારી તેને કાગળ પર સુકવી દો અને તે ખાટા પાણીની અંદર ગુંદાના ઠળિયા કાઢી ગુંદા ઉમેરી દો થોડી થોડી વારે તેને પણ હલાવતા રહો જેથી ગુંદા ની અંદર ખાટું પાણી બરાબર મિક્સ થઈ જાય અને તેની ચીકાશ નીકળી જાય
- 2
બે કલાક ગુંદા અને તેમાં રહેવા દે હવે તેને પણ પાણી માંથી બહાર કાઢી છાપવાના કાગળ પર સુકવી દો પંખાની હવા માટે બરાબર સુકાઈ જાય પછી ગુંદા ને અંદર અને બહાર એક સ્વચ્છ કપડાથી લૂછી તૈયાર કરો
- 3
હવે ગોળ કેરી ના મસાલા ની અંદર ગોળ ઉમેરી હાથેથી ખૂબ મિક્સ કરો ત્યારબાદ તેની અંદર ગુંદા અને કેરી ઉમેરી સતત હલાવતા રહો ચાર પાંચ દિવસ સુધી હલાવશો પછીજ બરણીમાં ભરવાના જેથી કરીને ગોળનો રસો થાય અને ગોળ કેરી સરસ મજાની મિક્સ થઈ જાય એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં થોડી હીંગ ઉમેરો હવે આ તેલને ત્રણ કલાક સુધી ઠંડું પડવા દો સાવ ઠંડું પડી જાય પછી ગોળ કેરી ની અંદર તેલ ઉમેરી હલાવી લો. તૈયાર છે આપણી ગોળકેરી
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (9)