શામ સવેરા કોફ્તા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati)

શામ સવેરા કોફ્તા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ને સરખી ધોઈ ને તેને ખાંડ એડ કરી બ્લાનચ કરી લો.તેને બરફ ના પાણી માં કાઢી લો.હવે તેની પ્યુરિ બનાવી લો.પેન માં તેલ મૂકી ગરમ થાય એટલે આદુ મરચા લસણ ની પેસ્ટ એડ કરો.
- 2
હવે કાજુ નો પાઉડર, ચણા નો લોટ એડ કરી સરખું શેકી લો.તેમાં પાલક ની પ્યુરિ એડ કરી મીઠું,મરી પાઉડર એડ કરી મિક્સ કરો. મિશ્રણ પેન છોડી દે ત્યાં સુધી કૂક કરો.તેને ઠંડુ કરી લો.
- 3
પનીર ને છીણી લો.હવે તેમાં કાજુ,કિશ્મિશ ના ટુકડા, મીઠું,મરી પાઉડર,આમચુર પાઉડર,ચીઝ એડ કરી મિક્સ કરો.
- 4
હવે તેના બોલ્સ બનાવી લો. હવે પાલક ના મિશ્રણ માંથી બોલ્સ બનાવી તેને થેપિ લો.હવે તેમાં પનીર નો બોલ મૂકી તેને કવર કરી લો.હવે તેને મેંદા ના લોટ થી કવર કરી તેને ફ્રાય કરો.
- 5
પેન માં તેલ મૂકી તેમાં લવિંગ,તજ,ઈલાઇચી એડ કરી લસણ,કાંદા એડ કરી કૂક કરો.
- 6
હવે તેમાં કાજુ,ટામેટા એડ કરી મિક્સ કરી કૂક કરો.તેને ઠંડુ કરી પીસી લો. હવે તેને ગાળી લો.
- 7
લાલ મરચું, હળદર,ધાણાજિરુ એડ કરી તેમાં 1 ટેબલ સ્પૂન પાણી એડ કરી મિક્સ કરો. હવે પેન માં તેલ, બટર મૂકી તેમાં પ્યુરિ એડ કરી મીઠું એડ કરો. હવે તેમાં ક્રીમ એડ કરી મિક્સ કરો.છેલ્લે તેમાં ક્સુરિ મેથી એડ કરો.
- 8
રેડી છે શામ સવેરા કોફ્તા કરી. પ્લેટ માં ગ્રેવી એડ કરી ઉપર કોફ્તા ને કટ કરી ને ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes



























ટિપ્પણીઓ (2)