હરીયાળી મલ્ટીગ્રેઈન પીઝા (Hariyali Multigrain Pizza Recipe In Gujarati)

#WorldPizzaDay
#winter recipe
હરીયાળી મલ્ટીગ્રેઈન પીઝા (Hariyali Multigrain Pizza Recipe In Gujarati)
#WorldPizzaDay
#winter recipe
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલક -લીલા મરચાં ની પ્યુરી બનાવો, ઝીણી સમારેલી મેથી ને પાણી થી ધોઈ અને એક કડાઈમાં તેલ મૂકી તેમાં હિંગ નાખી મેથી ઉમેરો, તેમાં મીઠું, હળદર,જરા પાણી ઉમેરો અને સાંતળો, ઝીણી સમારેલી કોથમીર ની પેસ્ટ કરવી.
- 2
ત્યારબાદ એક મોટા બાઉલમાં સોજી, મકાઈ લોટ, બેસન લોટ, પાલક પ્યુરી, સાંતળેલી મેથી, કોથમીર પેસ્ટ, આદુ મરચાં ની પેસ્ટ, મીઠું, બેંકીંગ સોડા, જરૂર મુજબ થોડું પાણી ઉમેરો અને ઘટ્ટ ખીરું તૈયાર કરો.
- 3
ત્યારબાદ એક ડિશમાં, પનીર, મોઝરેલા ચીઝ,લીલું કેપ્સીકમ,લાલ - પીળું કેપ્સીકમ (ઝીણું સમારેલું), ડુંગળી તૈયાર કરો
- 4
ત્યારબાદ એક નોન સ્ટીક તવા પર મલ્ટી ગ્રેઈન પીઝા બેઝ પાથરો, પછી તેના પર ઝીણા સમારેલા બેલ પેપર, કેપ્સીકમ, ડુંગળી, વગેરે સ્પ્રેડ કરો, ત્યારબાદ મોઝરેલા ચીઝ, પ્રેપ્રિકા,જલપાયનઓ, ઓરેગાનો ભભરાવો અને ૨૦ મીનીટ માટે ઢાંકીને થવા દો.
- 5
હરીયાળી મલ્ટીગ્રેઈન પીઝા ને સર્વ કરો, તેમાં ઉપર પ્રોસેસ ચીઝ નું ખમણ ભભરાવો,અને કટર વડે ચાર પીસ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes









ટિપ્પણીઓ (2)