કાજુ ગાંઠિયા નું શાક

ગાંઠિયા ને કાજુ નું શાક એ કાઠીયાવાડી ડીશ છે. ગાંઠિયા ટામેટાં નું શાક લગભગ બનતું હોય છે. આ એક અલગ રેસિપી છે. તમે રોટલી, પરાઠા કે ભાખરી સાથે સર્વ કરી શકો છો. સ્પાઇસી અને ટેસ્ટી ડિશ છે.

રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈ મા તેલ મૂકી તેમાં સૌથી પહેલા કાજુ તળી બહાર કાઢી લેવા. હવે જીરું અને હિંગ નાખવું. ત્યાર બાદ ડુંગળી સાંતળવી. સહેજ શેકાય એટલે લસણ અને આદુ મરચા ની પેસ્ટ નાખવી. ત્યાર બાદ બધા સૂકા મસાલા નાખી શેકવું. હવે ટામેટાં ની પેસ્ટ નાખવી. સહેજ વાર શેકવું.
- 2
બધા મસાલા શેકાઈ જાય અને ટામેટાં ની પેસ્ટ શેકાય જાય એટલે છાશ નાખી ઉકાળવું. મીઠું નાખી દેવું. ઉકળે એટલે ગાંઠિયા અને તળેલા કાજુ નાખી હલાવવું. જો ડ્રાય લાગે તો થોડું પાણી નાખી દેવું. કોથમીર નાખી સજાવવું. ગરમ પરાઠા કે રોટલી સાથે સર્વ કરવું. જમવા બેસવાનું હોય એ સમયે જ ગાંઠિયા નાખવા.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)