દમ કેળાં જૈન (Dum Banana Jain Recipe In Gujarati)

દમ કેળાં જૈન (Dum Banana Jain Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાચા કેળાને ધોઈ તેની છાલ કાઢી તેમાંથી એક થી દોઢ ઇંચ ના ટુકડા કરી કાંટા ચમચીની મદદથી તેમાં કાણા પાડી લો. હવે ગરમ તેલમાં મધ્યમ તાપે કેળા ચઢી જાય તે રીતે તેને તળી લો. બીજી તરફ એક કોલસા ને ગરમ કરવા મૂકી દેવો.
- 2
એક કડાઈમાં 1 ચમચીતેલ મૂકી તેમાં બધા જ ખાડા મસાલા ટામેટા કાજુ મગજતરી ના લીલા મરચા ટોપરું વગેરેને 4 થી 5 મિનિટ માટે સાંતળો પછી મિક્સર જારમાં લઈ તેને ક્રશ કરી તેની પેસ્ટ તૈયાર કરી લો.
- 3
એક કડાઈમાં તેલનો વઘાર મૂકી તેમાં તૈયાર કરેલ પેસ્ટને સાંતળો તેમાં તેલ છૂટું પડે એટલે તેમાં સ્વાદ અનુસાર મીઠું હળદર અને કિચન કી મસાલો ઉમેરી એક કપ પાણી ઉમેરો પછી તેમાં તળેલા કેળા ઉમેરી બધું એકરસ થાય તે રીતે કુક કરો. લે તેમાં મલાઈ ઉમેરી બરાબર મિક્સ કરી લો જેથી ટામેટાની ખટાશ બેલેન્સ થઈ જાય.
- 4
હવે તૈયાર સબ્જી ઉપર એક મરચાનું કેપ્સીકમ નો ટુકડો મૂકી ગરમ કોલસો મૂકી આજુબાજુ કસૂરી મેથી ભભરાવીને કોલસા ઉપર 1 ચમચીઘી ઉમેરી ઢાંકણ ઢાંકી તેને 15 મિનિટ માટે રહેવા દો.
- 5
તો તૈયાર છે દમ કેળા સબ્જી જૈન સર્વ કરવા માટે. જેને મેં અહીં સર્વ કરેલ છે.
Keywords
Similar Recipes
More Recipes















ટિપ્પણીઓ (7)