શક્કરીયા ના જાંબુ (Shakkariya Jamun Recipe In Gujarati)

Kirtida Buch @cook_29549525
આ રેસિપી મેં એક વીડિયો જોઈ ને બનવવા નો પ્રયત્ન કરયો છે
શક્કરીયા ના જાંબુ (Shakkariya Jamun Recipe In Gujarati)
આ રેસિપી મેં એક વીડિયો જોઈ ને બનવવા નો પ્રયત્ન કરયો છે
રાંધવાની સૂચનાઓ
- 1
એક જાડ તળીયા વાળ વાસણમાં ખાંડ લઈને તેમાં ખાંડ ડુબે તેટલું અંદાજ જે એક કપ લઈને એકતાર ની ચાસણી તૈયાર કરવી
- 2
ચાસણીમાં ઉફાળ આવે પાણી માં ઘોળીને રાખેલ કેસર નાખી અને ઇલાયચી નો પાઉડર નાખી દેવો
- 3
ચાસણ જામી ના જાય માટે 1/2 ચમચી લિંબુ નો રસ નાખી રાખી દેવી
- 4
શક્કરીયાને સાફ ધોઈ ને વરાળ થી બાફી લેવા (કુકરમાં બે વીસલ થી બાફી શકાય)
- 5
શક્કરીયાઠંડા પડે છાલ ઉતારી ખમણી થી ઝીણું છીણ કરીને રેસા કાઢી લેવા
- 6
ત્યારબાદ શક્કરીયાને થોડા મસળીને તેમાં મિલ્ક પાઉડર અને તપકીર નાખી ચપટીક ખાવાનો સોડા નાખીને મીક્સ કરી ગોળા વાળી લેવા
- 7
ત્યારબાદ કડાઈમાં ઘી ગરમ કરી મીડીયમ તાપમાન માં તળી લેવા
- 8
તળીને તૈયાર કરેલ ગોળાને ચાસણીમાં નાખીને રાખી દેવા
- 9
એટલે તૈયાર શક્કરિયા નાં જાંબુ
Keywords
Similar Recipes
More Recipes
- મક્કે દી રોટી સરસો દા સાગ ટ્રીટ બાઇટ્સ જૈન (Makke Di Roti Saraso Da Sag Treat Bites Jain Recipe In G
- સરસોં દા સાગ (Sarson da saag recipe in Gujarati)
- ફરાળી ફુલકા રોટી (Farali Fulka Roti Recipe In Gujarati)
- બટાકા પૌવા ની કટલેસ (Bataka Poha Cutlet Recipe In Gujarati)
- શક્કરિયા બટાકા ની કટલેસ (Shakkariya Bataka Cutlet Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16810516










ટિપ્પણીઓ