લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)

Kirti Suba @cook_38212106
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરવી. લીલી હળદર ગોળ સુધારી લેવી. ત્યારબાદ બે ટામેટા ની ગ્રેવી કરવી. એક લોયામાં બે ચમચા. તેલ મૂકવું. તેલ ગરમ થાય ત્યારે હિંગ મૂકી ને હળદર નાખવી. હળદર થોડો કલર બદલાય ત્યારબાદ તેમાં મસાલા નાખવા.
- 2
ત્યારબાદ મસાલા નાખવા. 1/4 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાઉડર. 1 ચમચીધાણાજીરૂ. સ્વાદ મુજબ, મીઠું. એક નાની ચમચી ખાંડ, 1/2 ચમચી મરી પાઉડર ત્યારબાદ ટામેટા ની ગ્રેવી, ઉમેરવી. અને સરસ રીતે મિક્સ કરી લો. પછી તેને 5 મિનિટ ઉકળવા દેવી. સરસ રીતે ઉકળી જાય ત્યારબાદ તેમાં લીલુ લસણ, નાખવું. નાખીને તેને ગેસ ઉપર, પાંચ મિનિટ રહેવા દો.
- 3
પાંચ મિનિટ પછી તેમાં ધાણાભાજી નાખવા તેને સર્વિંગ બાઉલ માં લઈ ધાણાભાજી છાંટીને સર્વ કરો. તો તૈયાર છે લીલી હળદરનું લસણ વાળું શાક.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16824539











ટિપ્પણીઓ