પનીર ચીલી ડ્રાય
#મિલ્કી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પનીર ની અંદર નાના ચોરસ ટુકડા કરી લો અને તેમાં એક ચમચી કોર્નફ્લોર પાવડર અને એક ચમચી મેંદો ઉમેરી ને મારી પાવડર નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખીને હલાવી લો પછી તેને ગોલ્ડન રંગના થાય ત્યાં સુધી તળો
- 2
તળાઈ ગયા પછી તેને બહાર કાઢી લો પછી કેપ્સિકમ ડુંગળી લીલા મરચા આ બધાને ચોરસ કટ કરી લો લસણ અને આદુની પેસ્ટ કરી લો અને આદુ અને લસણ ઝીણું સમારી લો
- 3
આ બધું થઈ જાય એટલે પછી એક પેનમાં 2 ચમચી તેલ લઈ એમાં આદુ અને લસણ ઝીણું સમારેલું નાખો પછી તેમાં ડુંગળી અને કેપ્સિકમ અને તીખા મરચાં નાખો આ બધું થોડો ચડી જાય પછી એટલે તેમાં ચીલી સોસ ગ્રીન ચીલી સોસ સોયા સોસ કેચપ સ્વાદ મુજબ મીઠું એક ચમચી આદુ-લસણની પેસ્ટ નાખીને હલાવી લો
- 4
પછી એક બાજુ 1 ચમચી કોર્ન ફ્લોર અને થોડું પાણી નાખીઅને આ સ્લરી ગ્રેવીમાં ઉમેરો ગ્રેવી ઘટ્ટ થઇ જાય એટલે તેમાં તળેલા પનીરના નાખો અને તેમાં એક ચમચી વિનેગર પણ ઉમેરોબધું એકસરખું હલાવી લો.પછી તેમાં લીલી ડુંગળી ના પાન નાખો અને કોથમીરથી ગાર્નિશિંગ કરો તૈયાર છે પનીર ચીલી ડ્રાય
Keywords
Similar Recipes
More Recipes













ટિપ્પણીઓ