ટીકડી ભજીયા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલ માં બેસન,સોજી,મીઠું,મરચું,હળદર,વાટેલું લસણ,આદુ મરચા ની પેસ્ટ,તેલ,સમારેલ ડુંગળી,ગરમ મસાલો ઉમેરી મિક્સ કરો.
- 2
હવે થોડું થોડું કરીને પાણી ઉમેરી વધારે કઠણ પણ નઇ અને વધારે ઢીલો પણ નઇ તેવો લોટ તૈયાર કરો.
- 3
છેલ્લે તેમાં સોડા ઉમેરી મિક્સ કરો...વધારે તીખાશ માટે સમારેલ લીલા મરચા ઉમેરી શકાય.
- 4
હવે તેલ ગરમ કરવા મુકો અને તેલ ગરમ થાય પછી તેમાં નાના બોલ સાઈઝ ના ભજીયા ઉતારી લો.ભજીયા અધકચરા જ કરવા.અને તરત જ તેને એક વાટકી ને મદદ થી દાબી ને ટીકડી નો આકાર આપવો (વાટકી ની પાછળ થોડું તેલ લગાવી દેવુ).
- 5
હવે તૈયાર ટીકડી ને ફરીથી ધીમી આંચ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો..અને ગરમ ગરમ ટીકડી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11973423

















ટિપ્પણીઓ