મિક્સ વેજ & પનીર ઇન 3 ગ્રેવી વિથ વ્હિટ રુમાલી રોટી
રાંધવાની સૂચનાઓ
- 1
પાલકને ઉકળતા પાણીમાં બ્રાન્ચ કરી ઠંડા પાણીમાં નાંખી પેસ્ટ કરવી.
- 2
થોડું તેલ મૂકી તેમાં ડુંગળી લસણ તલ કાજુ શેકવા. ઠંડુ થાય એટલે પેસ્ટ કરી દેવી. પહેલાં તેલ મૂકી તેમાં પેસ્ટ નાખી મરચું ગરમ મસાલો માવો મલાઈ અને મીઠું નાખી કુક કરવું. ગ્રેવી તૈયાર છે.
- 3
બીજા પેનમાં તેલ મૂકી ટમેટા આદુ મરચાં બધા સુકા આખા મસાલા અને મીઠું નાખી શેકો. ઠંડુ થાય એટલે તેની પેસ્ટ બનાવવી દેવી. મા તેલ મૂકી ગ્રેવી નાખી મરચું ગરમ મસાલો અને ધાણાજીરું નાખી શેકવો. રેડ ગ્રેવી તૈયાર છે.
- 4
વટાણા ગાજર અને ફ્લાવરને બાફી લેવા. પેન માં તેલ મૂકી કેપ્સીકમ અને પનીરને શકો. ત્યારબાદ તેમાં મરચું ગરમ મસાલો અને મરી નાંખી દેવું. ત્યારબાદ મીઠું નાખી બાફેલા શાકભાજી નાખી સરખું મિક્ષ કરો.
- 5
હવે ત્રણેય ગ્રેવી મિક્સ કરી તેમાં પનીર અને વેજીટેબલ નાખી સરખો મિક્સ કરવો. જરૂર લાગે તો સહેજ મીઠું નાખો. સબ્જી તૈયાર છે.
- 6
ઘઉંના લોટમાં મીઠું અને તેલ નાખી દૂધથી લોટ બાંધવો. લોટને પંદરથી વીસ મિનિટ ભીના કપડાથી ઢાંકી રાખો. ત્યારબાદ કડાઈ ગરમ કરવી. લોટ ની પતલી રોટલી વણી કડાઈમાં શેકવી. બીજી બાજુ ફેરવી કપડાંથી દબાવી ને સરખી શેકવી. તૈયાર છે રૂમાલી રોટી.
- 7
સબ્જી અને રોટી તૈયાર છે ગરમ ગરમ પીરસવું.
Keywords
Similar Recipes
More Recipes






















ટિપ્પણીઓ (17)