બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલી માં એક વાટકો ચના નો જાડો લોટ અને એક વાટકો ઘવ નો લોટ મિક્સ કરી તેમાં હિંગ અને ચપટી હળદર અને નિમકસ્વાદ અનુસાર નાખી પાણી થી આછું ખીરું તૈયાર કરો.ત્યારબાદ તેને ઢાંકીને સાઈડમાં રાખી દો.
- 2
ત્યારપછી બટેટા ને બાફી તેનો માવો કરો પછી એક કડાઇ માં 2 ચમચા તેલ મુકો ગરમ થાય એટલે એમાં હિંગ નાખી અને બટેટા નો માવો નાખો પછી એમા લાલ મરચાં પાવડર,નિમક સ્વાદ અનુસાર, ગરમ મસાલો નાખી હલાવો. આ પ્રમાણે મસાલો તૈયાર કરો.
- 3
ત્યાર પછી એક બ્રેડ લઈ તેના પર તૈયાર કરેલો મસાલો પાથરો પછી તેના પર બીજી બ્રેડ મૂકી અને ક્રોસ માં કટિંગ કરો.
- 4
પછી પેલા ખીરા માં ક્રોસ કાપેલી બ્રેડ બોડી અને તાવડા માં નાખો ગોલ્ડણ પીળા થાય ત્યાં સુધી બંને બાજુ તળો.
- 5
આમ તૈયાર થયેલા બ્રેડ પકોડા ને આંબલી ની ચટણી સાથે સર્વ કરો..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12476406















ટિપ્પણીઓ