લોંજી (Lonji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ કેરી ને વ્યવસ્થિત ધોઈ અને તેની છાલ ઉતારી લો. ત્યારબાદ તેને એકસરખી સમારી લો
- 2
હવે એક બાઉલમાં પાણી લઈને તેમાં કેરી ઉમેરી તેને બાફી લો. પાંચ મિનિટ બફાઈ ગયા બાદ તેને ચાળણીમાં કાઢી લો
- 3
એક પેનમાં ઘી મૂકી તેમાં અડધી ચમચી તજ લવિંગનો ભૂકો નાખી તેમાં કેરી ઉમેરી દો ત્યારબાદ તેમાં ગોળ ઉમેરી તેને વ્યવસ્થિત હલાવી લો
- 4
પાંચ મિનિટ ગોળ ભળી ગયા બાદ તેને ગેસ પરથી ઉતારી લો તૈયાર છે આપણી લોંજી. લોંજી ને પરોઠા મસાલા પૂરી અથવા ઠંડી રોટલી સાથે ખાવાની મજા જ અલગ છે. ઉનાળામાં લૂથી બચવા માટે લોંજી ખાવી અતિ ઉત્તમ છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12562720














ટિપ્પણીઓ