રાંધવાની સૂચનાઓ
- 1
મન્ચૂરિયન.. લગભગ દરેક ને ભાવતા જ હોય, તો ચાલો ફટાફટ ફોટા મા બતાવ્યા મુજબ બધી વસ્તુઓ એકઠી કરી લો
- 2
સો પ્રથમ કોબી,ગાજર અને બીટ ને છીણી લો અને સાથે નમક નાખી થોડી વાર માટે રાખી દો અને ફોટામાં બતાવ્યા પ્રમાણે બધું બારીક કાપી લો
- 3
છીણેલી વસ્તુઓ ને બે હાથની મદદથી એકદમ નીચોવી લો અને બધું પાણી કાઢી લો, આ પાણી સાચવવાનુ છે, બે ચમચી મેંદો અને એક ચમચી કોર્નફલોર, મરી પાઉડર અને તીખા સમારેલા મરચાં ઉમેરવાં અને નાના નાના બોલ્સ વારવા
- 4
મીડીયમ ટુ હાઈ તળી લો, હવે એક અડધી ચમચી કોર્નફલોર પાણી સાથે પેસ્ટ બનાવી રેડી કરવી
- 5
કડાઈ માં તેલ ગરમ થાય એટલે પેલાં ડુંગળી, પછી લસણ, આદુ કેપ્સીકમ ઉમેરી પાણી બરી જાય ત્યાં સુધી હલાવવું, બધા સોસ ટેસ્ટ મુજબ નાખવા અને ખાસ જે આપણે છીણ માંથી જે પાણી કાઢયુ તુ તે જરૂરિયાત મુજબ ઉમેરવું તેનાથી લાલ કલર નાખવાની જરૂર નહીં રહે ત્યારબાદ કોર્નફલોર ની પેસ્ટ નાખીને બરાબર હલાવતા રહેવુ, જે પ્રમાણે ગ્રેવી જોય તે મુજબ ઘાટુ રાખી તેમા મન્ચૂરિયન બોલ્સ ઉમેરી લીલી ડુંગળી ની રિંગ થી ગાર્નીસિગ કરવા, એકદમ હોટેલ જેવો ટેસ્ટ આવશે તો બનાવો તમે પણ હસતાં હસતાં 😀😋
Similar Recipes
More Recipes



















ટિપ્પણીઓ (3)