આલુ રોટી (Alu Roti Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે એક મોટા બાઉલમાં અથવા પરાત 1બાફેલું અને છીણેલું બટાકુ લઈશું
- 2
હવે પછી તેમાં 1 કપ ઘઉંનો લોટ ઉમેરી દઈશુ.
- 3
હવે પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દો.
- 4
હવે પછી તેમાં 1ટીસ્પૂન ધાણાજીરું પાવડર અને 1પીન્ચ હિંગ ઉમેરો.
- 5
હવે પછી તેમાં 2 ઝીણા સમારેલા લીલાં મરચાં ઉમેરો.
- 6
હવે પછી તેમાં 2 ટી સ્પૂન ઝીણા સમારેલા લીલાં ધાણા ઉમેરો.
- 7
હવે તેમાં 2 ટી સ્પૂન લીન્બુ નો રસ ઉમેરી દો.
- 8
હવે તેમાં 1ટી સ્પૂન તેલ ઉમેરો.
- 9
હવે ઉપર ની બધી સામગ્રીને મિક્સ કરી લો.
- 10
હવે મિક્સ કરેલો લોટ ડ્રાય લાગે તો જ પાણી ઉમેરવું નહીં તો નહીં અને તેમાં 2-3 ટી સ્પૂન પાણી ઉમેરી લોટ બાંધી લો.
- 11
હવે પછી તેમાં 2 ટી સ્પૂન તેલ ઉમેરી દો. અને લોટને કેળવી લઈશું.
- 12
હવે પછી લોટમાંથી લુઆ કરી લઈશું ત્યારબાદ તેમાં થી એક લુઉ લઇ રોટલી વળી લઈશું.
- 13
હવે રોટલી વળાય ગયા પછી તેને મીડીયમ ટુ હાઇ ફલેમ પર બરાબર ધી અથવા તેલથી શેકી લો.
- 14
હવે પછી તેને દહીં, સબ્જી, ચટણી, અથવા સોસ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes





ટિપ્પણીઓ