ઓરીઓ કેક (Oreo cake recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ6 ઓરિયો બિસ્કિટ ના પેકેટ લો.પછી બધા બિસ્કિટ ના પેકેટ ખોલીને એક ડીશ માં કાઢી લો પછી બધા બિસ્કીટ ના બે ભાગ કરી વચ્ચે થી ક્રીમ કાઢી લો.
- 2
કાઢેલા ક્રીમ ને એક બાઉલ માં રાખી દો. એમાંથી જ આઇસિંગ નું ક્રીમ બની જશે.હોવી બિસ્કિટ ના કટકા કરી મીકશચર માં ક્રશ કરો.
- 3
આ તૈયાર થયેલા બિસ્કિટના પાવડરમાં 2 ઇનો ના પેકેટ નાખો
- 4
પછી તેમાં દુધ ઉમેરતા જાવ અને હલાવતા જાવ બિટર વડે હલાવી એકદમ મિક્સકરો.તેમાં ખાંડ નો પાવડર નાખી ખૂબ હલાવી એકરસ બેટર તૈયાર કરો.
- 5
હવે એલ્યુમિનિયમના ડબ્બામાં લગાડી તેના પર બટર પેપર પાથરો ફરી બટર પેપર ઉપર લગાડી તેના પર તૈયાર કરેલું બેટર નાખો પછી કૂકરમાં કેક શેકવા માટે નીચે રહેતી અને કાંઠો મૂકી તેમાં આ એલ્યુમિનિયમ નો ડબ્બો મુકો.
- 6
કુકર ના ઢાંકણા ની સીટી કાઢી કુકર બંધ કરી દો 30 મિનિટ સુધી એને ધીમી આંચે થવા દો.ત્યાર સુધી માં બિસ્કિટ માંથી કાઢેલા ક્રીમ ને મીકશચર માં૧/૨કપ દૂધ નાખી ક્રશ કરી લો આ રીતે ક્રીમ તૈયાર થઈ જશે.
- 7
30મિનિટ પછી કુકર નું ઢાંકણું ખોલી કેક માં વચ્ચે ચાકુ ભરાવી ને જુવો જો ચક માં બેટર ચોંટે નહિ તો કેક રેડ્ડી છે.પછી તેને કૂકર માંથી બહાર કાઢી 2 મિનિટ પછી સાઈડ માંથી વચ્ચે થી ચાકા વડે કેક ના બે ભાગ કરો અને એક ભાગ પર તૈયાર કરેલુ ક્રીમ મુકીબીજો ભાગ તેના પર મૂકો.
- 8
આમ કેક 2 કલર ની સરસ દેખાશે.પછી તેના પર હરસીસ નું સિરપ લગાડી દો. પછી તેના પર કિટકેટ ના પીસ ભરાવી અને ગારનીશ કરો વચ્ચે ચોકો ચિપ્સ નાખો.અને બિસ્કિટ ના બે ભાગ કરી ને પણ રાખી સારો લૂક આપી શકાય..
Keywords
Similar Recipes
More Recipes


























ટિપ્પણીઓ