ફરાળી આલું રોલ વિથ ફરાળી ચટપટી આલું સેવ(farali alu roll in Gujarati)

ફરાળી આલું રોલ વિથ ફરાળી ચટપટી આલું સેવ(farali alu roll in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રોલ બનાવવા માટે:- સામ્બા ને મિક્સરમાં એકદમ સરસ રીતે ક્રશ કરી લોટ બનાવી લો. હવે એક તપેલીમાં એક વાટકી થી થોડું વધારે પાણી લઈ તેમાં થોડું મીઠું નાખી ઉકાળી લો.
- 2
પાણી ઉકળી જાય એટલે તેમાં સામ્બા ના લોટ ને થોડો થોડો નાખી ને બરાબર મિક્સ કરો અને ઠંડુ થવા દો. ઠંડુ થાય એટલે તેલ વાળો હાથ કરી બરાબર મસળી લો પછી ઢાંકીને રહેવા દો.
- 3
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં જીરું નાખી જીરું તતડે એટલે તેમાં મરચાં અને આદુ નાખી દો પછી હળદર નાખી ને બટેટા ને છુંદી તેમાં નાખી દો પછી બધાં જ મસાલા નાખી દો અને બરાબર મિક્સ કરો
- 4
હવે એક પ્લાસ્ટિકની સીટ પર સામ્બા ના લોટ ને રોટલી થી થોડો જાડો વણી લો પછી તેના પર લીલી ચટણી લગાવીને પછી બટેટા નો મસાલો પાથરવો અને પ્લાસ્ટિક ની મદદથી ટાઈટ રોલ વાળી લો.
- 5
હવે કુકકર માં જારી રાખી તેના પર આ રોલ કોટન ના કપડા માં વીંટી બાફી લો પછી ઠંડા થાઈ એટલે તેના નાના ટુકડા કરી લો. હવે એક કડાઈમાં એક ચમચી તેલ ગરમ કરો તેમાં કાળા તલ નાખી દો અને લીમડાના પાન નાખી દો.
- 6
હવે એક સર્વિગ પ્લેટમાં કાઢી તેનાં પર આ વધાર નાખી દો અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો
- 7
સેવ બનાવવા માટે:- બટેટા ને ઝીણી ખમણી વડે ખમણી નાખો પછી તેમાં બધા મસાલા નાખી દો અને બરાબર મિક્સ કરો હવે તેમાં રાજગરાનો લોટ નાખી રોટલી જેવો લોટ બાંધવો. પછી સેવ પાડવાના સંચામાં ભરી લો.
- 8
એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં સેવ પાડી લો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો પછી તેને સર્વિગ પ્લેટમાં કાઢી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ (4)