ફલાફીલ અને હમુસ (falafel with hummus Recipe In Gujarati)

Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 @Jayshree_Bhatt
Al Jubail Saudi Arabia

#વીકમિલ3
Falafel એ middle east countries માં પ્રચલિત અને પારંપરિક વાનગી છે જે સફેદચણામાંથી બનાવવામાં આવે છે.. જે હુમુસ સાથે ખાવામાં આવેછે..
હુમુસ એ છોલે માંથી જ બનેછે જેમાં લીંબુનો રસ, olive oil લસણ નાે ઉપયોગ થાય છે... હુમુસનો ઉપયોગ સલાડ , સેન્ડવીચ માં પણ થઈ શકે છે.

ફલાફીલ અને હમુસ (falafel with hummus Recipe In Gujarati)

#વીકમિલ3
Falafel એ middle east countries માં પ્રચલિત અને પારંપરિક વાનગી છે જે સફેદચણામાંથી બનાવવામાં આવે છે.. જે હુમુસ સાથે ખાવામાં આવેછે..
હુમુસ એ છોલે માંથી જ બનેછે જેમાં લીંબુનો રસ, olive oil લસણ નાે ઉપયોગ થાય છે... હુમુસનો ઉપયોગ સલાડ , સેન્ડવીચ માં પણ થઈ શકે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
  1. ❤️ફલાફીલ ની સામગ્રી
  2. ૨ કપછોલે ચણા(સફેદ)
  3. /૨ જુડી પાર્સલી / ધાણા(પાર્સલી થી વધુ સારા બને છે)
  4. ૧ નંગસમારેલી ડુંગળી
  5. ૩-૪ આદુ મરચાં લસણની પેસ્ટ
  6. ટી સ્પુન શેકેલા આખા ધાણા +જીરૂ પાઉડર
  7. ૧/૨લીંબુ નો રસ
  8. ટી સ્પુન મરી પાઉડર
  9. ૧/૨ટી સ્પુન બેકીંગ સોડા + મીઠું (સ્વાદ મુજબ)
  10. ટેબલ સ્પુ મેંદો
  11. ❤️તાહીની સોસ માટે સામગ્રી
  12. ૧ નાની વાટકીશેકેલા તલ
  13. મીઠુ,
  14. સ્પુન ઓલિવ ઓઇલ
  15. ❤️હમુસ માટે સામગ્રી
  16. ૧ કપછોલે ચણા સફેદ(બાફેલા)
  17. કળી લસણ
  18. /૨લીંબુનો રસ
  19. ઓલિવ ઓઈલ
  20. ૧/૨ટી સ્પુન મરી પાઉડર
  21. ટેબલ સ્પુન તાહીની સોસ (ઉપર મુજબ)
  22. પેપરિકા ગાર્નિસીંગ માટે
  23. મીઠું

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    ફલાફલ માટે ચણાને ૧૨ કલાક પાણી માં પલાળો..૧૨ કલાક પલાળવા જરૂરી છે. હવે પાણી નીતારી લો.

  2. 2

    ફુક પ્રોસેસર માં ઉપર મુજબ બધી જ સામગ્રી નાખો. લીંબુ નો રસ નાખો..ડુંગળી નાખો.ઉપર મુજબ બધી જ સામગ્રી નાખો..

  3. 3

    ક્રશ કરવા ફુડ પ્રોસેસરનો જ ઉપયોગ કરવો. પેસ્ટ કરવાની નથી. કરકરુ પીસવાનું છે. પીસતી વખતે બરાબર ધ્યાન રાખો.પાણી નાખશો નહિ.

  4. 4

    પીસાયા બાદ ફ્રીજમાં ૨-૪ કલાક પ્લાટીક રેપ થી ઢાંકી મુકો.

  5. 5

    બહાર કાઢી એકસરખા આકારના ગોળા વાળી મધ્યમ તાપે ૨-૩ મિનિટ તળી લો. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા.

  6. 6

    ફલાફીલ તૈયાર છે.

  7. 7

    તાહીની બનાવવા માટે: શેકેલા તલ અને olive oil તથા મીઠુ નાખી સ્મુધ પેસ્ટ બનાવો. સ્મુધ પેસ્ટ બને એટલું ઓલિવ ઓઈલ નાખવું.

    નોંધ:મેં તૈયાર તાહીની વાપર્યુ છે.

  8. 8

    હમુસ માટે..બે ઓપ્શન્સ છે.(૧) ઘેર પલાળીને બાફેલા ચણા. (૨) તૈયાર કેન

  9. 9

    (૧)મીક્ષચર માં બાફેલા ચણા.. તાહીની સોસ... લસણ ની ૩ કળી.. ૬-૭ ચમચી olive oil.. લીંબુ.. મીઠુ નાખી એકદમ ક્શ કરી પેસ્ટ બનાવેા. સ્મુધ પેસ્ટ કરવાની છે.બાફતી વખતે વધેલા પાણીનો ઉપયોગ હમુસ પીસતી વખતે જરુર પડે તો થઇ શકે છે.

  10. 10

    જો તાહીની અને હમુસ માટે તૈયાર કેન લાવી બનાવવામાં આવે તો નીચે મુજબ ટેક્ષચર આવે છે.એકદમ એકરસ સ્મુધ પેસ્ટ થવી જોઈએ..

  11. 11

    ફલાફીલને હમુસ જોડે પીરસો.. હમુસ પીરસતી વખતે ઉપરથી olive oil અને મરચુ નાખી શકાય...

  12. 12

    જરૂર લાગે ત્યાં પોતાના સ્વાદ અનુસાર મીઠુ લીંબુ કે olive oil નો ઉપયોગ થઈ શકે છે.તાહીની અને હમુસ માટે તૈયાર કેન નો ઉપયોગ કરેલો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
પર
Al Jubail Saudi Arabia
A recipe has no soul. You, as the cook, must bring soul to the recipe.” Har food kuch kahta hai …..
વધુ વાંચો

Similar Recipes