શીરો(siro recipe in Gujarati)

શીરો(siro recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો... ત્યારબાદ તેમાં એક ચમચો ઘઉંનો લોટ ઉમેરો....
- 2
અને બીજી તપેલી માં બીજા ગેસ પર બે ગ્લાસ ગરમ પાણી મૂકી તેમાં બે ચમચી ગોળ ઉમેરો. અને તે પાણીને ઉકળવા દો.... કડાઈમા ના લોટને ધીમા ગેસ પર રાખી શેકતા રહો.... લોટ લાલાશ પડતો રંગ પકડે ત્યારે તેમાં સુઠ પાઉડર અને ઇલાયચી પાઉડર ઉમેરો.... લોટ લાલચટક રંગ પકડે એટલે તેમાં ગોળ વાળુ ગરમ પાણી ઉમેરો....
- 3
ગરમ પાણી ને ઉકળી જાય એટલે ગેસ બંધ કરી દો... ત્યારબાદલોટ લાલચટક રંગ પકડે એટલે તેમાં ગોળ વાળુ ગરમ પાણી ઉમેરો....
- 4
અને ધીમો ગેસ રાખી તેને હલાવતા રહો.... એક ને એક રસ થઈ જશે.....
- 5
ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટમાં લઈ. તેના ઉપર નો થર તાવીથા વડે સરખો બેસાડી દો.... પછી તેના પર બદામની કતરણ કરી ગોળાકાર શેઈપ કરી લો... અને સરખી રીતે ગોઠવી લો.... અને તેના પર તુલસીનું પાન મૂકી દો......
- 6
આમ તો આ શિરો બહુ જૂનો છે.. પણ તેની સાથે મારી યાદો સમાયેલી છે. એમાં એવું છે કે મારાં ફઈબા તેની ડિલિવરી કરવા અમારે ત્યા રોકાયા હતા તો મારી mummy રોજ આ શિરો બનાવી આપતી હતી.. તો ફઈબા સાથે હું પણ આ શિરો ખુબ ખાતી. અને આ ફાસીબ ની હું પછી લાડકી ખરી ને એટલે મને થોડું વધુ પણ ખવડાવતા હતા...... હું આ શિરો બનાવતી હતી ત્યારે પણ મને એ બધું યાદ આવી ગયું અને me એ ફઈબા ને ફોટો પણ મોકલ્યો આ શીરા નો...... તો કેવી લાગી મારી યાદગાર કહાની.... તમને લોકો ને ગમી ને??? તો તમે પણ બનાવજો આ શિરો......
Keywords
Similar Recipes
More Recipes
- સેન્ડવીચ ઢોકળા (Sandwich dhokla recipe in gujarati)
- બાજરી ના લોટ ની રાબ(Millet Flour Rab Recipe In Gujarati)
- ચીઝ તવા બટર નાન (cheese tava butter naan recipe in gujarati)
- વેજીટેબલ ચીઝ પરાઠા(vegetable cheese paratha recipe in Gujarati)
- મીક્સ દાળ મસાલા ઢોકળા"(mix dal masala dhokla in gujarati language)
















ટિપ્પણીઓ (10)