ડ્રાયફ્રુટ માવા મોદક(modak recipe in gujarati)
#GC ગણેશ ચતુર્થી સ્પેશ્યલ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરો ત્યારબાદ તેમાં દૂધ ઉમેરો અને તેને ઉકળવા દો
- 2
ત્યારબાદ એક બીજા વાસણમાં અડધો ગ્લાસ દૂધ અને કેસર ઉમેરી અને તેને ઉકળવા દો કેસર નો કલર આવે ત્યાં સુધી
- 3
ત્યારબાદ ઉકાળેલા દૂધમાં કેસરવાળું દૂધ ઉમેરી તેને ઉકાળો ત્યારબાદ તેમાં દૂધનો પાઉડર એડ કરીને ખુબ મિક્સ કરો ને ગઠ્ઠા ના થાય તેનું ધ્યાન રાખો ત્યારબાદ તેમાં દળેલી ખાંડ એડ કરી અને તેને હલાવો
- 4
મિશ્રણ જાડું થાય ત્યારબાદ તેમાં ઈલાયચી પાઉડર નાખી અને ફરી તેને હલાવો ત્યારબાદ તેને ઠંડુ થવા દો થોડીવાર માટે અને પછી એને ગોળ લાડુ જેવો આકાર આપો
- 5
ત્યારબાદ એ લાડુ જેવા આકારને થેપી તેના વચ્ચે ડ્રાયફ્રુટ એડ કરી અને શંકુ જેવો આકાર આપો
- 6
મોદક વળી જાય પછી એને અડધો-પોણો કલાક માટે ફ્રીઝ માં મૂકી અને તેને સેટ થવા દો ત્યારબાદ તેને સર્વ કરો અને તેને ગણપતિજીને પ્રસાદમાં ધરાવવો
Keywords
Similar Recipes
More Recipes
















ટિપ્પણીઓ