ચીઝ મૈસુરી ઢોસા (cheese mysore dosa recipe in gujarati)

આ એવી વાનગી છે બધાને ભાવે અને સરળ રીતે બની પણ જાય છે નાના બાળકો થી માંડી ને મોટા ને ભાવે એવી આ વાનગી છે
ચીઝ મૈસુરી ઢોસા (cheese mysore dosa recipe in gujarati)
આ એવી વાનગી છે બધાને ભાવે અને સરળ રીતે બની પણ જાય છે નાના બાળકો થી માંડી ને મોટા ને ભાવે એવી આ વાનગી છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલ માં ચોખા અડદ ચણાની દાળ અને મેથી નાખી અને તેમાં પાણી નાખી ધોઈ લો પછી તેમાં 2 3 વાટકી પાણી નાખી પલાળવા દયો 6 7 કલાક પાછી તેને મિક્સર માં પીસી લો અને પાછા 6 7 કલાક પલાળવા દયો નીચે ફોટામાં જોઈ શકો છો
- 2
અન્ય એક પેનમાં તેલ મૂકી તેમાં ટામેટા નાખો અને આદુ લસણ ની પેસ્ટ નાખો અને થોડી વાર ચડવા દયો થોડું ચડી જાય એટલે ડુંગળી નાખો અને તેમાં નમક ચટણી અને ખાંડ નાખો અને ચડવા દયો પછી તેમાં હળદર અને બટેટા નાખો બાફેલા બટાકા નાખવા
- 3
બટાકા નાખ્યા પછી તેને પાઉંભાજી ના ચમચા વડે દબાવીને પીસી લેવું ઉપર ફોટા માં છે એ રીતે હલાવતી જવાનું ને દબાવતો જવાનું એક દમ એકરસ ના થાય ત્યાં સુધી પાછી એમાં પાઉંભાજી મસાલો નાખો અને થોડું પાણી નાખી ચડવા દયો બધું એકરસ થાય ત્યારે ઉતારી લેવું નીચે ફોટામાં જોઈ શકો છો
- 4
નાની તવી કે નોનસ્ટિક ની તવી મૂકી તેમાં ડોસા ઉતારી અને ઉપર તેલ છટી અને તેમાં આ મસાલો ટામેટાં નો ઉપર પાથરો
- 5
અને તેની ઉપર ચીઝ નાખો અને કોથમીર નાખો પાછી બને બાજુ વાળી ઉતારી લો તૈયાર છે ચીઝ મૈસૂરી ડોસા
- 6
તેમને સંભાર અને દાળિયા ની ચટણી સાથે ખાઓ
Keywords
Similar Recipes
More Recipes





















ટિપ્પણીઓ