છોલે ભટુરે (Chhole Bhature recipe in gujarati)

Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29

ઉત્તર ભારતના ફૂડ ની વાત આવે અને છોલે ભટુરે ની વાત ના આવે એવું બને જ નહીં. એકદમ ટેસ્ટી અને ફ્લેવર ફુલ છોલે અને જોડે એકદમ સોફ્ટ ભટુરે હોય તો બીજું કઈ ના જોઈએ.
#North #નોર્થ

છોલે ભટુરે (Chhole Bhature recipe in gujarati)

ઉત્તર ભારતના ફૂડ ની વાત આવે અને છોલે ભટુરે ની વાત ના આવે એવું બને જ નહીં. એકદમ ટેસ્ટી અને ફ્લેવર ફુલ છોલે અને જોડે એકદમ સોફ્ટ ભટુરે હોય તો બીજું કઈ ના જોઈએ.
#North #નોર્થ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 સર્વિંગ્સ
  1. ભટુરે માટે
  2. 2 કપમેંદો
  3. 2 ટેબલસ્પૂનરવો
  4. 1 ટી સ્પૂનમીઠું
  5. 1/2 ટી સ્પૂનબેકિંગ પાઉડર
  6. 2 ચપટીબેકિંગ સોડા
  7. 1.5 ટી સ્પૂનખાંડ
  8. 2 ટેબલસ્પૂનઘી
  9. 1/2 કપદહીં
  10. જરૂર મુજબદૂધ લોટ બાંધવા માટે
  11. 1/2 ટી સ્પૂનતેલ
  12. તળવા માટે તેલ
  13. છોલે માટે
  14. 1 કપકાબૂલી ચણા
  15. 12-15 નંગકાજુ
  16. 3 ટેબલસ્પૂનઘી
  17. 2 નંગડુંગળી
  18. 2 નંગટામેટા
  19. 2 નંગલીલા મરચાં
  20. 2 ટી સ્પૂનઆદું લસણ ની પેસ્ટ
  21. 1/2 ટી સ્પૂનજીરું
  22. 1 નંગતમાલપત્ર
  23. 4-5 નંગલવિંગ
  24. 1 ટુકડોતજ
  25. 2 નંગઈલાયચી
  26. 4-5નંગકાળા મરી
  27. 1 નંગઆખું લાલ મરચું
  28. સ્વાદાનુસારમીઠું
  29. 1 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  30. 1 ટી સ્પૂનધાણાજીરું
  31. 1 ટી સ્પૂનકિચન કિંગ મસાલો
  32. 1/2 ટી સ્પૂનછોલે મસાલા
  33. 1/2 ટી સ્પૂનકસૂરી મેથી
  34. જરૂર મુજબપાણી
  35. 1.5 ટેબલ સ્પૂનકોથમીર ઝીણી સમારેલી
  36. પોટલી માટે
  37. 1 ટી સ્પૂનચા
  38. 3 નંગલવિંગ
  39. 2 નંગઈલાયચી
  40. 1 ટુકડોતજ
  41. 5 નંગકાળા મરી
  42. ગાર્નિશીંગ માટે
  43. કોથમીર
  44. ડુંગળી ની રીંગ્સ
  45. લીલું મરચું
  46. સર્વ કરવા માટે
  47. ડુંગળી અને લીંબુ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ 1 વાસણ માં મેંદો, મીઠું, ખાંડ, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, રવો અને ઘી લઈ સરખું મિક્સ કરી લો. મુટ્ઠી વળે એવું હોવું જોઈએ. હવે તેમાં દહીં ઉમેરો અને સરખું મિક્સ કરી લો.

  2. 2

    હવે જરૂર મુજબ થોડું થોડું દૂધ ઉમેરી એકદમ નરમ લોટ બાંધી લો. હવે તેલ થી કૂણવી લો. લોટ ને ભીના કપડા થી ઢાંકીને ઓવર નાઇટ અથવા 6 થી 8 કલાક રાખી મૂકો. જો એટલો ટાઇમ ના હોય તો 1 કલાક તો રાખી જ મૂકો. લોટ જેટલો પલડશે એટલા ભટુરે સરસ થશે. 1 વાસણ માં ચણા લો અને પાણી થી ધોઈ લો. ગરમ પાણી માં 6 થી 8 કલાક પલાળી રાખો. કાજુ ને અડધો કલાક પાણી માં પલાળી રાખો.

  3. 3

    6 થી 8 કલાક પછી ચા અને બીજા બધા ખડા મસાલા ની પોટલી બનાવી ચણા બાફતી વખતે કૂકર માં મૂકો અને 6 થી 7 સીટી વગાડી લો. ડુંગળી, ટામેટા, લીલા મરચાં સમારી લો.

  4. 4

    હવે 1 પેન માં 2 ટેબલસ્પૂન ઘી ગરમ કરો. તેમાં જીરું, તમાલપત્ર, ઈલાયચી, લવિંગ, તજ અને કાળા મરી નાખો. સહેજ સુગંધ આવે એટલે ડુંગળી, આદું લસણ ની પેસ્ટ, કાજુ, લીલા મરચાં, મીઠું અને સૂકું લાલ મરચું ઉમેરો. ડુંગળી થોડી સંતલાઈ જાય એટલે ટામેટા અને બધા મસાલા લાલ મરચું પાઉડર, છોલે મસાલા, કિચન કિંગ મસાલો, ધાણાજીરું અને કસૂરી મેથી ઉમેરો. સરખું મિક્સ કરી લો. ટામેટા નરમ થાય ત્યાં સુધી કૂક કરો. ત્યારબાદ આ મિશ્રણ ને ઠંડુ થવા દો.

  5. 5

    મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર માં ક્રશ કરી ગ્રેવી બનાવી લો. હવે એ જ પેન માં 1 ટેબલ ચમચી ઘી ગરમ કરો. તેમાં ગ્રેવી ઉમેરો. અને હલાવો 1 મિનિટ પછી તેમાં બાફેલા ચણા ઉમેરો અને જરૂર મુજબ પાણી ઉમેરો. પાણી થોડું થોડું કરી ઉમેરવું. જરૂર પ્રમાણે કન્સીસ્ટન્સી એડજસ્ટ કરી લો. 3/4 કપ થી 1 કપ જેટલું પાણી જોઈશે. 4 થી 5 મિનિટ સરખું કૂક થવા દો બધું એકરસ થઈ જાય ત્યાં સુધી. છેલ્લે કોથમીર ઉમેરી મિક્સ કરી લો.

  6. 6

    હવે લોટ ના લુવા કરી ભટુરે વણી લો. બહુ જાડા કે પાતળા ના વણવા. ગોળ કે લંબગોળ કોઈ પણ આકાર માં વણી શકો. ગરમ તેલમાં મધ્યમ આંચ પર તળી લો. તેલ પહેલા ફાસ્ટ ગેસ પર રાખવું. 1 નાનો ટુકડો નાખી જોવું, તરત ઉપર આવે એટલું ગરમ થાય એટલે સહેજ ધીમો કરી ભટુરે તળી લેવા. એકદમ સરસ ફુલાશે અને અંદર થી કાચા પણ નઈ રહે અને એકદમ નરમ બનશે.

  7. 7

    છોલે પર કોથમીર, ડુંગળી ની રીંગ અને મરચાં થી ગાર્નિશ કરી લો. ગરમા ગરમ છોલે ભટુરે ડુંગળી, લીંબુ અને મરચાં સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29
પર

Similar Recipes