ચોકલેટ કેક(Chocolate cake recipe in Gujarati)

ચોકલેટ કેક(Chocolate cake recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પહેલા તો ગેસ ચાલુ કરી તેના પર કડાઈ મુકી તેમા મીઠુ નાખો તેને ઢાંકીને ધીમા તાપે ગરમ થવા દો મે જે અહીં મે મીઠુ લીધુ છે તે ઘણી વખત બેક કરવા વાપરેલું છે કે પછીબધી સામગ્રી નુ માપ કરીને રેડી કરી લેવી.
- 2
એક મોટું બાઉલ લઇ ને તેના પર ચારણી રાખી ને મેંદો,ખાંડ,બેકીંગ પાઉડર અને બેકીંગસોડા,કોકો પાઉડર બધુ ચાળી લો બીજા એક બાઉલમાં બટર અને દહીં સાથે લઈ તેને મીક્સ કરવુ.
- 3
તે બધુ મીક્સ કરવુ તેમા દુધ ઉમેરો ધીમે ધીમે મિક્સ કરો એક જ સાઇડ માં હલાવવું દુધ ધીમે ધીમે ઉમેરતા જાવુ ને મીક્સ કર્યા જાવુ કે એક સરખુ બેટરી બનાવવુ તેમાં એસેંસ ઉમેરો ને તેને બરાબર મિક્ષ કરો દુધ ઠંડુ ના લેવુ.
- 4
કેક બનાવવાનુ મોલ્ડ લઈ તેમાં બટર લગાવી મેંદો છાંટી દેવો તેમાં બેટરી રેડી દો પછી મોલ્ડ ને થોડુ ટપકારવાનુ જેથી તેમા એર હોય તે નીકળી જાય તેને પ્રીહિટ કરેલ કડાઈ માં એક સ્ટેન્ડ મુકી તેના પર મોલ્ડ મુકી દો તેને ઢાંકીને ધીમા તાપે બેક થવા દો ૪૫ મીનીટ જેટલો સમય લાગશે વચ્ચે એક વખત ચેક કરી લેવુ.
- 5
કે ચડી જાય એટલે તેને ઠંડી થવા દો પછી કેક મોલ્ડ માંથી બહાર કાઢી લો તેને વચ્ચેથી બે પાર્ટ કરી લેવા વચ્ચે ચોકલેટ સોસ લગાવવો પછી બીજો પાર્ટ ઉપર રાખી સોસ થી કવર કરી લેવુ તેના પર ચોકલેટ ની કતરણ નાખવી કેવી કીનારી પર ચોકલેટ સેવ લગાવવી.
- 6
પછી સાઈડ માં મોટી ચોકલેટ પર ચોકલેટ સોસ લગાવી ને ચોકલેટ લગાવતા જવુ પછી તેના પર રીબીન બાંધી દેવી ચોકલેટ કેક પર વ્હાઇટ ચોકલેટ ના મોટા કટકા કરી લગાવવા ને વચ્ચે ચોકલેટ વાળુ બીસ્કીટ રાખવુ ચોકલેટ કેક તૈયાર.
Keywords
Similar Recipes
More Recipes
















ટિપ્પણીઓ (4)