કાજુ શક્કરપારા(kaju shakarpara recipe in Gujarati)

Jagruti Desai @cook_21979039
કાજુ શક્કરપારા(kaju shakarpara recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદા નો લોટ લઈ તેની અંદર મીઠું, તેલ અને જીરૂ,તલ અને અજમાં ને અધકચરું ખાંડી ને લોટ ની અંદર નાંખી સાધારણ કઠણ લોટ બાંધી ૧૫ મિનિટ સુધી ઢાંકી ને રહેવા દો,
- 2
ત્યારબાદ એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો અને લોટ ને મસળી ને તેના લુઆ કરી ગોળ સાધારણ જાડો પરાઠા જેવું બનાવી કોઈ બોટલ નું એક ઢાંકણું લ્યો અને તેને જે વણ્યું છે તેનાં કાજુ નાં સેઇપ નાં શક્કરપારા બનાવતા જાવ અને ડાયરેક તેલ માં નાંખી સાવ ધીમા તાપે બદામી રંગના થાય ત્યાં સુધી તળી લો, નાનાં બાળકોને આ શક્કરપારા ખૂબ જ ભાવે છે અને ચા સાથે પણ ખાવાની ખૂબ મજા આવે છે.. તમે પણ જરૂર ટ્રાય કરજો...આભાર.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13553618



ટિપ્પણીઓ (2)