જલેબી(Jalebi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદા માં દહીં નાખી 24 કલાક પહેલા ખીરું પલાળવું. શિયાળો હોય તો 1½ દિવસ પેલા પલાળવું. ખીરું બહુ પાતળું ન થવું જોઈએ.
- 2
જલેબી કરતી વખતે તેમાં ચણા નો લોટ ½ ટી ચમચી ઘી અને ચપટી સાજી નાં ફૂલ નાખવા. પ્લાસ્ટિક ના પ્યાલા માં કાનું પાડી, ખીરું નાંખી ને જોઈ લેવું.
- 3
ઘી બરાબર ગરમ થાય એટલે જલેબી અંદર થી પાડવા ની શરૂ કરી બહાર ની બાજુ એ ગોળ પાડવી. પ્યાલો ભરેલો હશે તો જાડી જલેબી પડશે. પ્યાલા માં ખીરું ઓછું હશે તો પાતળી જલેબી થશે.
- 4
ખાંડ ની ૧½ થી ૨ તાર ની ચાસણી કરી. તેમાં પીળો રંગ તથા કેસર વાટી ને નાખવા. તેમા ગરમ ગરમ જલેબી નાખી, બીજો ગાણ થાય ત્યાં સુઘી રહેવા દેવી.
- 5
બીજો ગાણ થાય એટલે પહેલો ગાણ કાઢી નાખવો. ચાસણી ધીમા તાપે ગરમ રાખવી. બહુ જાડી થાય તો સહેજ પાણી નાખવું. ચાસણી બહુ જ વધારે જાડી થઈ જાય તો થોડી વાર ગેસ બંધ કરવો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13711736




ટિપ્પણીઓ