પાલક ચીઝ-બટર ચકરી (Spinach Cheese Butter Chakri Recipe In Gujarati)

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
Ahmedabad

ચકરી ઘઉંના લોટ કે ચોખાના લોટમાંથી બનતી હોય છે. જેમાંથી એક છે ખાલી ચોખાના લોટની બટર નાખીને બનતી ચકરી કે જેને સાઉથ ઇન્ડિયા માં મુરુક્કુ પણ કહે છે. તેમાં થોડો ફેરફાર કરીને ઉમેરીને આ ચકરી મેં બનાવી છે. બટર સાથે સારું એવું ચીઝ પણ ઉમેર્યું છે. અને પાલખની પ્યુરીથી લોટ બાંધ્યો છે. તો પાલખનો લીલો કલર અને ચીઝનો મસ્ત સ્વાદ આમાં ઉમેરાય છે..એકદમ ખસ્તા ને ચીઝી બની છે.

#GA4
#Week2
#spinach

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૪૦-૫૦ નંગ
  1. ૩૦૦ ગ્રામ ચોખાનો લોટ
  2. ૧૦૦ ગ્રામ મેંદો
  3. ૧૦૦ ગ્રામ બટર
  4. ૧૦૦-૧૫૦ ગ્રામ પ્રોસેસ્ડ ચીઝ
  5. ૨૫૦ ગ્રામ પાલખની ભાજી
  6. ૧ ટીસ્પૂનઅજમો
  7. સ્વાદ પ્રમાણેમીઠું
  8. ૧+૧/૨ ટેબલ ચમચી લાલ મરચું
  9. ચપટીહીંગ
  10. ૧ ટેબલસ્પૂનતલ
  11. જરૂર મુજબ તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    પાલક ના પાનને સારી રીતે ધોઇ ઊકળતા પાણીમાં ૫ મિનિટ રાખી બાફી લો. પછી તેને પાણી વગર મિક્સરમાં પીસીને પ્યુરી બનાવી લો.

  2. 2

    ચોખાનો લોટ અને મેંદાને ચાળી લો. તેમાં બટર, છીણેલું ચીઝ, મીઠું, મરચું, હીંગ, તલ, અજમો અને પાલખની પ્યુરી નાખી લોટ બાંધો. બને તો ફક્ત પાલક પ્યુરી થી જ લોટ બાંધો જેથી સારો કલર અને સ્વાદ આવે. જો પ્યુરી ઓછી પડે તો જ પાણી ઉમેરી લોટ બાંધી લો.

  3. 3

    તળવા માટે તેલ ગરમ મૂકો. અને ચકરીના સંચામાં લોટ ભરી એક પ્લેટમાં ચકરી પાડો. તેલ ગરમ થાય એટલે તવેથાથી ઉપાડી એક એક ચકરી તેલમાં મૂકો અને મિડિયમ તાપે ફીણ થતા ઓછા થાય ત્યાં સુધી તળી લો.

  4. 4

    આ રીતે બધાં લોટમાંથી ચકરી પાડી તળી લો. ઠંડી થાય એટલે એરટાઇટ ડબ્બામાં ભરી લો.૧૦-૧૫ દિવસ સુધી સારી રહેશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Palak Sheth
Palak Sheth @palaksfoodtech
પર
Ahmedabad
મારા ઘરનું રસોડું એ મારો સૌથી પસંદગીનો ખૂણો છે. કુકીંગ કરતા જાણે સરસ એવા કોઇ પ્રવાસ પર નીકળ્યા હોઇએ તેવું અનુભવાય. જ્યારે કોઈ વાનગી પહેલી વાર બનવાની હોય ત્યારે બનાવતા પૂરા ખોવાઇ જવું, અને બન્યા પછી વિચાર્યું હોય તેવું કે તેનાથી પણ સારું રિઝલ્ટ મળે ત્યારે થતા આનંદની મજા જ અલગ છે. જો વિચાર્યું તેવું ના મળે તો બને તેટલા જલ્દીથી ફેરફાર ફરી બનાવવાની ઉત્સુકતા પણ તેટલી જ હોય...
વધુ વાંચો

Similar Recipes