ખજૂર બરફી (Khajur Barfi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ માં ઘી ગરમ કરી તેમાં ખજૂર સાંતળી લો.ખજૂર સોફ્ટ થાય પછી ગેસ પર થી ઉતારી ઠંડું થવા દો.
- 2
હવે તેમાંથી ૨-૩ ચમચી જેટલું મિશ્રણ અલગ કરી બાકી રહેલા મિશ્રણ માં સીંગ અને તલ નો ભૂકો તથા કાજુ બદામ નાં ટુકડા ઉમેરી સરખું મિક્સ કરી થોડુ ઠંડું થવા દો.
- 3
હવે તેનો એક રોલ બનાવી લો તથા બાજુ પર મુકેલા ખજૂર માંથી એક રોટલી વણી લો.
- 4
હવે આ રોલ ને ખજૂર ની રોટલી પર મુકી ફરીથી સરખો રોલ કરી લો.
- 5
હવે ખસખસ પાથરી તેમાં આ રોલ ને રગદોળી લો.જેથી રોલ પર બધી બાજુ સરખું આવરણ થઇ જાય.હવે તેને કડક રીતે બંધ કરી ફ્રિજ માં ૨ કલાક માટે મુકી દો. જેથી તેં સરખું સેટ થઇ જાય.
- 6
હવે તેનાં કાપા પાડી એક સરખા ટુકડા કરી લો. તો ત્યાર છે ખજૂર બરફી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13973484


















ટિપ્પણીઓ (2)