મેથી પૂરી(Methi Poori Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આદું મરચાં લસણ ની પેસ્ટ બનાવી લો અને ઘી ને ગરમ કરી લો
- 2
પછી એક બાઉલમાં ઘઉંનો લોટ લઈ તેમાં કસુરી મેથી, કોથમીર,મરી પાઉડર, અને સેકેલુ જીરૂં ને હથેળી થી મસળી ને નાખી તેમાં હળદર, મીઠું, ધાણાજીરું, લાલ મરચું પાઉડર બધું જ બરાબર મિક્સ કરો
- 3
હવે તેમાં આદું મરચાં લસણ ની પેસ્ટ ઉમેરો અને પછી તેમાં ગરમ કરેલું ઘી મુઠ્ઠી પડતું નાખી ને બરાબર મિક્સ કરો અહિં મેં ઘી એટલે નાખ્યું છે કે તેનાથી પૂરી ક્રિસ્પી બને છે
- 4
અને પછી તેનો લોટ બાંધી લો લોટ થોડો કઠણ બાંધવાનો છે બાંધી ને ૫ થી ૧૦ મિનિટ ઢાંકીને રહેવા દો જેથી બરાબર કૂણ માં આવી જાય
- 5
હવે બાંધેલા કણક ને બરાબર મસળીને તેનાં મોટા ભાગના લૂઆ બનાવી લો અને જાડી રોટલી જેમ વણી લો અને તેના ચોરસ ટુકડા કરો તમે સાદી ગોળ પૂરી નૌ જેમ વણી શકો પછી તેલ ગરમ કરવા મૂકો અને તેલ ગરમ થઇ જાય પછી તેમાં બનાવેલી પૂરી થોડી થોડી કરી ને તળી લો
- 6
આછાં બ્રાઉન રંગની થાય એટલે ઉતારી લેવી તો તૈયાર છે મેથી મસાલા પૂરી......
Keywords
Similar Recipes
More Recipes













ટિપ્પણીઓ (4)