રાજસ્થાની દાલબાટી(Rajasthani Dalbati Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક લોયામાં બધી દાળ મિક્સ કરી બે કલાક પલાળવાની પછી બાટી માટે એક કથરોટમાં ઘઉંનો લોટ તેમાં તેલ નાખી તેમાં મીઠું હળદર અજમા હાથમાં મસળી ને નાખવાના
- 2
પછી જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લેવાનું ભાખરી જેવો લોટ રાખવાનો લોટને દસથી 15 મિનિટ રાખવાનું
- 3
પછી તેની બાટી બનાવવાની પછી ધીમા ગે સ પર એક કલાક થવા દેવાની વચ્ચે વચ્ચે બંને સાઇડ ફેરવવાની બાટીને બ્રાઉન રંગની થવા દેવાની
- 4
પછી બાટી થઈ જાય પછી એક બાઉલમાં લઈ તેમાં માથે ઘી રેડવાનું પછી મિક્સરમાં ડુંગળી મરચા આદુ અધકચરા પીસી લેવાના પછી 1 ટામેટું ઝીણું સુધારી લેવાનો પછી લસણ વાટી લેવાનું
- 5
પછી બધી દાળ બાફી લેવાની સાતથી આઠ સીટી વગાડવાની પછી વઘાર માટે એક લોયામાં તેલ લઈ તેમાં તમાલપત્ર લીમડો વાટેલું લસણ નાખી હલાવવાનું પછી તેમાં ડુંગળી મરચાં આદુ પીસેલું નાખી પછી તેમાં ટામેટું નાખવાનો બે મિનિટ થવા દેવાનું
- 6
પછી તેમાં લાલ મરચું પાઉડર હળદર ગરમ મસાલો મીઠું ધાણાજીરૂ નાખી હલાવવાનું પછી બે મિનિટ થવા દેવાનું પછી તેમાં બાફેલી દાળ નાખી તેમાં 1/2 ગ્લાસ પાણી નાખી દસ મિનિટ સુધી ધીમા ગેસ થવા દેવાનું
- 7
પછી ઉપર ધાણાભાજી નાખવાની એક ડીશમાં બાટી અને વાટકામાં દાળ લઈ સર્વ કરવાનું પછી એક ડીશમાં બાટી નો ભૂકો કરી તેની માથે દાળ નાખી તેમ પણ લઈ શકાય
Keywords
Similar Recipes
More Recipes

























ટિપ્પણીઓ (8)