વેજ સિઝલર (Veg. Sizzler Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં બટર લઈ તેમાં લસણ આદુ મરચા ઉમેરી તેને સાથળી તેમાં ગોળ આમલીની ચટણી ટોમેટો સોસ પાણી મીઠું ઉમેરી sos થવા દેવો ઉપડે પછી ગેસ બંધ કરી તેમા ફુદીના પાઉડર તુલસી ના પત્તા જીણા સમારી ઉમેરવા તૈયાર છે બાર્બેક્યુ સોસ
- 2
બટેટાની ચિપ્સ બનાવી તેને ઉકળતા પાણીમાં નાખી ઓસાવી લેવી. ઠંડી થાય પછી તેને ચોખાના લોટમાં રગદોળી ડીપ ફ્રાય કરવી
- 3
કેપ્સીકમ અને ટામેટાના ને ઉકળતા પાણી માં નાખી તેમાંથી નીતારી લઈ સ્ટફિંગ માટે તૈયાર કરવા
- 4
આલુ ટીકી માટે બટેટાને બાફી મૅશ કરવા. તે મા તેમાં ટોસ્ટ નો ભૂકો બાફેલા ગાજર વટાણા કોથમીર મરચાં આદુ ની મરચું અને ખાંડ ઉમેરી ટીકી માટે સ્ટફિંગ તૈયાર કરો તેની ટીકી તૈયાર કરી ટોસ્ટ ના ભૂકામાં રગદોળી સેલો ફ્રાય કરવી
- 5
પનીર ના પીસ કરી ને ગ્રીન ચટણી થી મેરીનેટ કરી 1/2 કલાક રાખી મૂકવું ગાજર અને ફ્લાવરને ઉકળતા પાણીમાં નાખી નીતારી લેવું ત્યારબાદ ગાજર ફ્લાવર અને કાકડીના ચિપ્સ ને બટર મૂકી સેલો ફ્રાય કરવી વઘારેલા ભાતમાં પનીર ચીઝ અને સોસ ઉમેરી કેપ્સિકમ અને ટામેટાના સ્ટફિંગ કરો
- 6
એક નોનસ્ટિક લોઢી ગેસ પર ગરમ કરવા મૂકવી તેમાં કોબીના પત્તા ગોઠવવા તેની પર આલુ ટીકી રાઈસ કેપ્સીકમ ટામેટા બટાકાની ચિપ્સ ગાજર કાકડી ની ચિપ્સ ફ્લાવર મેરીનેટ કરેલું પનીર મૂકીને ઉપર સોસ રેડો લોઢી પર ચિલ્ડ બટર મૂકી તેને ગેસ પર થવા દેવું તો તૈયાર છે આપણું વેજ સીઝલર.
Keywords
Similar Recipes
More Recipes
















ટિપ્પણીઓ (3)