પાલકના થેપલા (Palak thepla recipe in Gujarati))

#MA
આ રેસીપી મેં મારી મમ્મી પાસેથી શીખી છે જે ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે.આ પાલક થેપલા મુસાફરી દરમ્યાન લઈ જઈ શકાય છે.
પાલકના થેપલા (Palak thepla recipe in Gujarati))
#MA
આ રેસીપી મેં મારી મમ્મી પાસેથી શીખી છે જે ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે.આ પાલક થેપલા મુસાફરી દરમ્યાન લઈ જઈ શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક ને સાફ કરી ઝીણી સમારીને પાણી થી ધોઈને નિતારી લો.
- 2
એક કઢાઈમાં તેલ ગરમ કરી ને જીરું અને હિંગ ઉમેરી ડુંગળી, લસણ, આદું, લીલા મરચા ઉમેરી 2 થી 3 મિનિટ માટે મદયમ આંચે સાંતળી લો.
- 3
ડુંગળી સહેજ ગુલાબી રંગની તગાય ત્યારે સમારેલી પાલક ઉમેરી મિક્સ કરી 5 મિનિટ સાંતળી લો. પાલક ચડી જાય અને પાલક નું પાણી સુકાઈ જાય ત્યારે હળદર, લાલ મરચું, મીઠું, અજમો અને ધાણાજીરું મિક્સ કરી લો.
- 4
ગેસ બંધ કરી તૈયાર કરેલ મિશ્રણને ઠંડુ થવા દો. ઠંડુ થયેલા મિશ્રણને મિક્સરના જારમાં પીસીને પેસ્ટ બનાવી લો એમાં 2 ટેબ્લેસ્પૂન દહીં મિક્સ કરી ફરી મિક્સરમાં પીસી લો.
- 5
એક કાથરોટમાં ઘઉંનો લોટ, બેસન, તેલ મીઠું મિક્સ કરી તૈયાર કરેલ પાલક પેસ્ટ વડે લોટ બાંધીલો, લોટ બાંધતી વખતે જરૂર પડે તો થોડુંક દહીં વધારે લઈ શકાય.લોટ ને 15 મિનિટ માટે ઢાંકીને મુકો.(લોટ બાંધવા પાણી નથી લેવાનું)
- 6
બાંધેલા લોટમાંથી લુઆ કરી, ઘઉંનો લોટનો અટામણ લઈને પાતળા થેપલા વણી લો. થેપલાને ગરમ તવા પર બંને બાજુ તેલ લગાવી સહેજ શેકી લો અને ડીશ માં કાઢી લો.
- 7
આવી રીતે બધા થેપલા તૈયાર કરી લો. તૈયાર છે પાલકના થેપલા દહીં અને અથાણાં સાથે પીરસો.
Similar Recipes
More Recipes




















ટિપ્પણીઓ (16)