દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)

આ રાજસ્થાની વાનગી છે જે બહુ ફેમસ છે, દરેક પ્રાંત ની કંઇક વિશેષતા હોય છે, દાલ બાટી નું નામ પડે એટલે રાજસ્થાન યાદ આવી જ જાય..મને મારી એક મિત્ર એ આ સિખવી હતી.
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
આ રાજસ્થાની વાનગી છે જે બહુ ફેમસ છે, દરેક પ્રાંત ની કંઇક વિશેષતા હોય છે, દાલ બાટી નું નામ પડે એટલે રાજસ્થાન યાદ આવી જ જાય..મને મારી એક મિત્ર એ આ સિખવી હતી.
રાંધવાની સૂચનાઓ
- 1
બાટી માટે બન્ને લોટ લઈ એમાં મીઠું, અજમો, ખારો અને મોણ માટે ૪-૫ ચમચી ઘી કે તેલ નાખી ભાખરી જેવો લાઈટ બાંધી લેવો
- 2
ચણા દાળ ૧ કલાક પલાળી રાખવી, પછી બધી દાળ ને મિક્સ કરી કૂકર ના ૩ સિટી માં બાફી લેવી. ક્રશ કરવી નહિ. હવે દાળ માં બધાં મસાલા નાખી વઘાર નાખવો. વઘાર માટે ૪-૫ ચમચી તેલ લઈ એમાં જીરુ, એલચો, તમાલપત્ર, લીમડો, લસણ ની પેસ્ટ,સૂકા લાલ મરચાં નાખી એમાં ટામેટું સાંતળી લાલ મરચું, હળદર ગરમ મસાલો પણ નાખી દેવો, આ મસાલો થોડો સાંતળી દાળ માં ઉમેરી દો
- 3
દાલ ઉકળે ત્યાં સુધી બાટી બનાવી લઈએ. બાટી ઘણી રીતે થાય છે, ક્યારેક હું ઉકળતા પાણી માં બાફી ઘી મા તળી લો છું, તો ક્યારેક આપમ સ્ટેન્ડ ના પણ કરી શકાય. આજે મે સ્ટેન્ડ માં કરી છે
- 4
આ માટે એપમ સ્ટેન્ડ ને ઘી થી ગ્રીસ કરી ગેસ પર મૂકો, હવે લોટમાંથી લુવો લઈ ગોળ કરી વચ્ચે આંગળી થી ખાડો કરી સ્પામ સ્ટેન્ડ માં ફેરવી ને સેકી લો દરેક વાર ફેરવતી વખતે ઘી લગાવો તો બાકી સરસ લાલ અને ઘી પીધેલી બનશે
- 5
બાટી તૈયાર છે
- 6
લસણ ની ચટણી માટે, લસણની ૧૦-૧૨ કળી અને બધાં મસાલા તેલ સાથે ખલ k મિક્સર માં પીસી લો,જરૂર મુજબ ૧-૨ ચમચી પાણી નાખી શકાય
- 7
દાળ બરાબર ઉકાળી ગેસ બંધ કરી લો. ઉકળી જાય એટલે એમાં ધાણા નાખી સર્વ કરો, તો રેડી છે રાજસ્થાની સ્પેશિયલ ટેસ્ટી એવી દાલ બાટી
- 8
ઉપરથી લસણ ની ચટણી, ડૂંગળી, લીંબુ અને ઘી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
















ટિપ્પણીઓ (3)