દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)

Kinjal Shah
Kinjal Shah @Kinjalshah
Vadodara

આ રાજસ્થાની વાનગી છે જે બહુ ફેમસ છે, દરેક પ્રાંત ની કંઇક વિશેષતા હોય છે, દાલ બાટી નું નામ પડે એટલે રાજસ્થાન યાદ આવી જ જાય..મને મારી એક મિત્ર એ આ સિખવી હતી.

દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)

આ રાજસ્થાની વાનગી છે જે બહુ ફેમસ છે, દરેક પ્રાંત ની કંઇક વિશેષતા હોય છે, દાલ બાટી નું નામ પડે એટલે રાજસ્થાન યાદ આવી જ જાય..મને મારી એક મિત્ર એ આ સિખવી હતી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૩ લોકો
  1. 📌બાટી માટે
  2. ૧ વાડકીઘઉં નો કકરો લોટ
  3. ૧/૨ વાડકીમકાઈ નો લોટ
  4. ૧/૪ ચમચીખારો
  5. મીઠું સ્વાદાનુસાર
  6. ૧/૨ ચમચીઅજમો
  7. ચપટી હળદર
  8. મોણ માટે ઘી કે તેલ
  9. 📌દાળ માટે
  10. ૧/૪ વાડકીતુવેર દાળ
  11. ૧/૪ વાડકીચણા દાલ
  12. ૧/૪ વાડકીમગ દાળ
  13. ૨-૩ ચમચી અડદ દાળ
  14. મીઠું સ્વાદાનુસાર
  15. લાલ મરચું જરૂર મુજબ
  16. 1/4 ચમચીહળદર
  17. 1/2 ચમચીધાણા જીરું
  18. 1/2 ચમચીગરમ મસાલો
  19. ટામેટું
  20. એલચા
  21. ૪-૫ કળી લસણ
  22. 2 ચમચીતેલ
  23. 1/4 ચમચી રાઇ
  24. 1/2 ચમચીજીરુ
  25. 1 તમાલપત્ર
  26. 2 સૂકા લાલ મરચા
  27. 📌લસણ ની ચટણી
  28. ૧૦-૧૨ કળી લસણ
  29. મીઠું
  30. 1/4 ટીસ્પૂનવાટેલું જીરું
  31. 1/4 ચમચીલાલ મરચું
  32. 2 ટે. સ્પૂન તેલ
  33. 1 ટીસ્પૂનહિંગ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    બાટી માટે બન્ને લોટ લઈ એમાં મીઠું, અજમો, ખારો અને મોણ માટે ૪-૫ ચમચી ઘી કે તેલ નાખી ભાખરી જેવો લાઈટ બાંધી લેવો

  2. 2

    ચણા દાળ ૧ કલાક પલાળી રાખવી, પછી બધી દાળ ને મિક્સ કરી કૂકર ના ૩ સિટી માં બાફી લેવી. ક્રશ કરવી નહિ. હવે દાળ માં બધાં મસાલા નાખી વઘાર નાખવો. વઘાર માટે ૪-૫ ચમચી તેલ લઈ એમાં જીરુ, એલચો, તમાલપત્ર, લીમડો, લસણ ની પેસ્ટ,સૂકા લાલ મરચાં નાખી એમાં ટામેટું સાંતળી લાલ મરચું, હળદર ગરમ મસાલો પણ નાખી દેવો, આ મસાલો થોડો સાંતળી દાળ માં ઉમેરી દો

  3. 3

    દાલ ઉકળે ત્યાં સુધી બાટી બનાવી લઈએ. બાટી ઘણી રીતે થાય છે, ક્યારેક હું ઉકળતા પાણી માં બાફી ઘી મા તળી લો છું, તો ક્યારેક આપમ સ્ટેન્ડ ના પણ કરી શકાય. આજે મે સ્ટેન્ડ માં કરી છે

  4. 4

    આ માટે એપમ સ્ટેન્ડ ને ઘી થી ગ્રીસ કરી ગેસ પર મૂકો, હવે લોટમાંથી લુવો લઈ ગોળ કરી વચ્ચે આંગળી થી ખાડો કરી સ્પામ સ્ટેન્ડ માં ફેરવી ને સેકી લો દરેક વાર ફેરવતી વખતે ઘી લગાવો તો બાકી સરસ લાલ અને ઘી પીધેલી બનશે

  5. 5

    બાટી તૈયાર છે

  6. 6

    લસણ ની ચટણી માટે, લસણની ૧૦-૧૨ કળી અને બધાં મસાલા તેલ સાથે ખલ k મિક્સર માં પીસી લો,જરૂર મુજબ ૧-૨ ચમચી પાણી નાખી શકાય

  7. 7

    દાળ બરાબર ઉકાળી ગેસ બંધ કરી લો. ઉકળી જાય એટલે એમાં ધાણા નાખી સર્વ કરો, તો રેડી છે રાજસ્થાની સ્પેશિયલ ટેસ્ટી એવી દાલ બાટી

  8. 8

    ઉપરથી લસણ ની ચટણી, ડૂંગળી, લીંબુ અને ઘી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kinjal Shah
Kinjal Shah @Kinjalshah
પર
Vadodara
Eating tasty is my family's obsession and fulfill that obsession is my passion...
વધુ વાંચો

Similar Recipes