કોર્ન બટાકા વડા (Corn Bataka Vada Recipe In Gujarati)
#EB week9
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મકાઈના દાણાને મિક્સર ના જાર માં નાખી દો તેમાં લીલામરચા,આદુ નાખીને તેને ગ્રાઇન્ડ કરી લેવો. પછી કડાઈમાં તેલ ગરમ કરવા માટે રાખો. તેલ ગરમ થયા બાદ તેમાં હિંગ, સુકી વરીયાળી, તલ મેડી ને તેને હલાવો તલ ફૂટવા લાગે ત્યારે તેમાં હળદર ઉમેરો.
- 2
પછી તેમાં મકાઇવાળો જે મિશ્રણ ગ્રાન્ડ કરેલું છે તેને ઉમેરી અને બેથી ત્રણ મિનિટ માટે તેને હલાવો. પછી તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરો તેને હલાવીને બરાબર મિક્સ કરો ત્યારબાદ તેમાં કાજુ અને કિસમિસ ઉમેરી હલાવો તે optional છે નાખવા હોય તો નાખી શકાય. મિશ્રણ પેન છોડે ત્યાં સુધી તેને હલાવતા રહેવાનો.
- 3
પછી ગેસ બંધ કરી દેવો અને તેમાં ફ્રેશ ટોપરાનું ખમણ ઉમેરવું. પછી તેમાં લીંબુનો રસ અને લીલા ધાણા ઉમેરો. હલાવીને બરાબર મિક્સ કરો ત્યારબાદ તેને ઠંડુ થવા દો. ઠંડુ થયા બાદ તેને મિશ્રણને હથેળીમાં લઈને નાના-નાના બોલ્સ તૈયાર કરશુ.
- 4
હવે વડા ને તળવા માટે તેનો ખીરું તૈયાર કરી લઈએ. તેના માટે એક બાઉલમાં ચણાનો લોટ,સ્વાદ મુજબ મીઠું, પાણી ઉમેરીને ખીરૂ તૈયાર કરી લો. તેમાં ચપટી સોડા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. તેલ ગરમ થયા બાદ તે ખીરામાં બોળીને વડા તૈયાર કરી લો.
- 5
બધા વડા તળાઈ ગયા બાદ તેને સર્વિંગ પ્લેટમાં કાઢી સર્વ કરો, અથવા જમવામાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે.
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ