ભાખરવડી (Bhakharwadi Recipe In Gujarati)

ગુજરાતનું બહુ જ લોકપ્રિય એવું ચટપટું ફરસાણ કે નાસ્તો છે. ખટાશ, તીખાશ અને મીઠાશ બધું ચડિયાતું હોવાથી મોં માં ટેસ્ટ રહી જાય છે અને સ્વાદ રસિયાઓ ખૂબ પસંદ કરે છે...
તેના પરફેક્ટ ટેસ્ટ માટે મસાલાનું માપ પરફેક્ટ હોવું જરુરી છે. સાથે તળતી વખતે મસાલો તેલમાં છૂટો ના પડે કે તેલ ના ભરાય તે રીતનો મસાલો હોવો જોઈએ...
ભાખરવડી લીલી અને સૂકી એમ 2 પ્રકારની બને છે. તેમાંથી લીલી ભાખરવડીની આસાન અને સરસ રેસિપી શેર કરી રહી છું...

રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક કઢાઇમાં તલ,વરીયાળી થોડી શેકી ખસખસ ઉમેરી બધું બરાબર શેકી લેવું.તેને બાઉલમાં કાઢી તે જ કઢાઇમાં શીંગદાણા પણ શેકી લેવા. તેને પણ અલગ બાઉલમાં કાઢી ગરમ કઢાઇમાં સ્ટફીંગનો ચણાનો લોટ નાખી શેકવો. 1 મિનિટમાં ગેસ બંધ કરી લેવો. લોટ લાલ ના થવો જોઇએ. તેને પણ એક બાઉલમાં કાઢી લેવો. શીંગદાણા ઠંડા પડે એટલે ફોતરા કાઢી લેવા.
- 2
હવે બીજા એક બાઉલમાં ત્રણે લોટ ચાળીને હળદર, મીઠું નાખી ભાખરી જેવો ટાઇટ લોટ બાંધવો. 1/4 કપ પાણીમાં બંધાઈ જશે.તેને 15 મિનિટ ઢાંકીને રેસ્ટ આપવો. 1 ચમચી મેંદાને નાની વાડકીમાં કાઢી થીક સ્લરી કે લઇ બનાવવી. આદું લસણ મરચાં ની વાટીને પેસ્ટ બનાવી લેવી.
- 3
હવે સ્ટફીંગ બનાવવા, જે બાઉલમાં શેકેલો ચણાનો લોટ છે તેમાં દળેલી ખાંડ અને આદું લસણ મરચાં ની પેસ્ટ ઉમેરવી. મિક્સર જારમાં તલ, વરિયાળી, ખસખસ ને બારીક પીસવા. તેમાં જ શીંગદાણા, લાલ મરચું, હળદર, મીઠું, ગરમ મસાલો, આમચૂર પાઉડર નાખી ફરી ઝીણું પીસવું.
- 4
તે જ જારમાં સૂકું કોપરાનું છીણ નાખી ફરી એકવાર પીસી લેવું. આ મિશ્રણને લોટ,ખાંડ વાળા બાઉલમાં ઉમેરી લેવું. તેમાં છીણેલું લીલું નારિયેળ અને લીંબુનો રસ નાખી બરાબર મિક્સ કરી લેવું. 1/2 ચમચી જેટલા આખા તલ ઉમેરવા.મિક્સ કરી લેવું. પાથરવાનો મસાલો તૈયાર છે.
- 5
હવે લોટના 4 સરખા ભાગ કરવા. તે જ રીતે સ્ટફીંગના 4 સરખા ભાગ કરી લેવા. એક લૂઓ લઇ તેને પ્લાસ્ટીક પર વણવો. ભાખરી જેટલી જાડાઈ રાખવી.તેને કાંટાથી પ્રીક કરી લેવું જેથી તેલમાં પડ ફૂલે નહીં. તેના પર હાથથી એકસરખું બધી બાજુ સ્ટફીંગ પાથરવું. હવે તેને હાથથી ફોલ્ડ કરવું અને દબાવવું. તે રીતે રોલ કરતા જવું. છેડો આવે ત્યાં થોડી સ્લરી લગાવી સીલ કરવું. હવે આ રોલને ચપ્પાથી નાના ટુકડા માં કાપવો. એક રોલમાંથી 10-12 ટુકડા થશે.
- 6
બધા લોટમાંથી આ રીતે ભાખરવડી તૈયાર કરવી. પછી તેલ ગરમ કરી બિલકુલ ધીમા તાપે કલર આવે ત્યાં સુધી તળી લેવી. વધારે પડ હોવાથી ધીમા તાપે તળવાથી અંદર સુધી સારી રીતે કુક થશે. બધી ભાખરવડી તળાઇ જાય એટલે ઠંડી કરી બહાર જ ડબ્બામાં ભરી લેવી. 5-6 દિવસ સુધી સારી રહેશે.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (21)