મસાલા પાવ (Masala Pav recipe in Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#EB
#week8
#cookpadindia
#cookpad_guj
ભારત માં સ્ટ્રીટ ફૂડ બહુ જ પ્રચલિત છે. મોટા ભાગ ના ભારતીયો અવાર નવાર સ્ટ્રીટ ફૂડ નો આનંદ ઉઠાવતા હોય છે. જો કે આ કોરોના પેંડામિક ને લીધે છેલ્લા થોડા સમય થી સ્ટ્રીટ ફૂડ તથા બહાર ખાવા પીવા પર પાબંદી આવી ગયી છે ત્યારે ગૃહિણીઓ બધી જ વાનગી ઘરે બનાવતી થઈ ગયી છે. મસાલા પાવ એ તીખું તમતમતું સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ છે જે મૂળ મુંબઈ, મહારાષ્ટ્ર થી પ્રચલિત થયું છે.
બહુ ઝડપી બનતું આ વ્યંજન લોકો ની પસંદગી માં મોખરે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 8પાવ
  2. મસાલા માટે:
  3. 4ડુંગળી (ઝીણી સુધારેલી)
  4. 4ટમેટા (બીજ કાઢી ઝીણા સુધારેલા)
  5. 2સિમલા મરચાં (ઝીણા સુધારેલા)
  6. 1/2કપ ઝીણી સુધારેલી કોથમીર
  7. 1ચમચો લસણ ની પેસ્ટ
  8. 1ચમચો કાશ્મીરી લાલ મરચું પાવડર
  9. 1/2ચમચી હળદર
  10. 1ચમચો પાવ ભાજી મસાલા
  11. 1ચમચો લીંબુ નો રસ
  12. 2ચમચા માખણ
  13. મીઠું સ્વાદાનુસાર
  14. પાવ માટે:
  15. 4ચમચા માખણ
  16. 4ચમચી પાવભાજી મસાલા
  17. ઝીણી સુધારેલી કોથમીર
  18. પીરસવા માટે:
  19. ઝીણી સુધારેલી ડુંગળી અને લીંબુ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    માખણ ને એક પહોળા વાસણ માં ગરમ મુકો અને ડુંગળી ઉમેરી પારદર્શી થાય ત્યાં સુધી સાંતળો. થોડું સંતળાઈ ત્યારે લસણ ની પેસ્ટ પણ ઉમેરી દેવી.

  2. 2

    સિમલા મરચાં ઉમેરી અને થોડી મિનિટ સાંતળો. સૂકા મસાલા નાખી એક થી બે મિનિટ વધુ સાંતળો.

  3. 3

    હવે ટમેટા તથા મીઠું નાખી, ટમેટા નરમ થાય ત્યાં સુધી રાંધો. પછી મેશર થી થોડું મેશ કરી ને 1/4 કપ જેટલું પાણી અને લીંબુ નાખી,ધીમી આંચ પર રાંધો.

  4. 4

    થોડી મિનિટ પછી મસાલો ઘટ્ટ થઈ ને માખણ ઉપર આવી જશે. કોથમીર નાખી આંચ બન્ધ કરો. મસાલા ને બીજા વાસણ માં કાઢી બાજુ પર રાખો.

  5. 5

    મસાલા પાવ બનાવા માટે મસાલો બનાવ્યો એ વાસણ ગરમ મુકો. પાવ ને વચ્ચે થી કાપી લો. વાસણ માં થોડું માખણ, અડધી ચમચી પાવભાજી મસાલો અને થોડી કોથમીર નાખી તેમાં કાપેલા પાવ બન્ને બાજુ થી સેકી લો.

  6. 6

    હવે પાવ ની નીચેની બાજુ તૈયાર કરેલો મસાલો પાથરો અને પાવ નો બીજો ભાગ ઉપર મૂકી, પાવ ને બંને બાજુ થી થોડું સેકી લો.

  7. 7

    થોડો મસાલો ઉપર પાથરી, ડુંગળી અને કોથમીર છાંટી ને ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

Similar Recipes