કોર્ન ટિક્કી બર્ગર (Corn Tikki Burger Recipe In Gujarati)

#RC1
આલુ ટીક્કી બર્ગર તો આપને ઘરે બનાવતા જ હોઈ એ છે. તો અત્યારે મકાઈ ની સીઝન ચાલી છે અને મકાઈ તો નાના મોટા સૌ ની ફેવરિટ હોય છે તો આજે બાફેલી મકાઈ ના દાણા નો ઉપયોગ કરી ને કોર્ન ટીક્કી બર્ગર બનાવ્યું છે તો સામગ્રી જોઈ લઈશું.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં બટાકા ને મેસ કરી લો.
તેમાં બાફેલી મકાઈ ના દાણા એડ કરો.
તેમાં સ્વાદ અનુસાર મીઠું, ચીલી ફ્લેક્સ,ઓરેગાનો,ચાટ મસાલો એડ કરો.
તેમાં જાડા પૌવા ૫ મિનિટ માટે પલાળી ને રાખો. ત્યારબાદ તેમાં એડ કરો.
- 2
હવે આ બધું બરાબર મિક્સ કરી લો.
મિશ્રણ ની ગોળ ગોળ ટિક્કી વાળી લો.
ટિક્કી ને નોનસ્ટિક તવી પર તેલ એડ કરી બને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેલો ફ્રાય કરી લો.
- 3
એક બાઉલ માં મેયોનીઝ, તંદુરી મેયોનીઝ, ચીલી સોસ, ટોમેટો કેચઅપ એડ કરી મિક્સ કરી લો.
બર્ગર બન ને નોનસ્ટિક તવી પર બટર થી બને બાજુ શેકી લો.
બર્ગર બન પર મેયોનીઝ નું મિશ્રણ લગાવો.
- 4
તેની ઉપર ટિક્કી મૂકો.
ટિક્કી ની ઉપર બાફેલી મકાઈ ના દાણા એડ કરો.
ચીઝ ની સ્લાઈસ એડ કરો.
બર્ગર બન બંધ કરી ટોમેટો કેચઅપ જોડે સર્વ કરીશું.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ