બીટ ના લાડુ (Beet Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બીટ ને પાણી થી ધોઈ લો. ત્યાર બાદ બીટ ની છાલ કાઢી લો. પછી જીણું છીણ (ખમણી) લો.
- 2
જાડા તળિયા વાળુ લોયુ લો. લોયા માં ઘી ઉમેરી ગેસ પર ગરમ કરવા મુકો. ઘી ગરમ થાય એટલે તેમાં બીટ નું છીણ ઉમેરો. 2 મિનીટ સાંતલી લો. પછી તેમાં દુધ ઉમેરો. પછી તેને ધીમા તાપે ચડવા દો. થોડી થોડી વાર હલાવતા રહો. મિશ્રણ ચડી જાય એટલે તેમાં ખાંડ ઉમેરો. તમે ખાંડ તમારા ટેસ્ટ મુજબ ઉમેરી સકો છો.
પછી ઇલાયચી પાઉડર ઉમેરો. 5 મિનીટ ચડવા દો. પછી ગેસ બંધ કરી દો. - 3
મિશ્રણ ઠંડુ થાય પછી તેના લાડુ બનાવી લો. લાડુ ને કોપરા ના ખમણ માં રગદો દી લો. તો તૈયાર છે બીટ ના લાડુ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15260442






ટિપ્પણીઓ (5)