સુરતી પાપડી મુઠીયા નું શાક (Surti Papdi Muthia Shak Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
શેર કરો

ઘટકો

40 minutes
5 persons
  1. મુઠીયા માટે
  2. 1/4 કપઘઉંનો લોટ
  3. 1/4 કપજુવાર નો લોટ
  4. 1/4 કપચણા નો લોટ
  5. 2 ટેબલ સ્પૂનરવો
  6. 3 નંગઝીણી મેથી ની ભાજી
  7. 1 ટેબલ સ્પૂનઆદુ-મરચાં-લસણની પેસ્ટ
  8. 1 ટેબલ સ્પૂનખાંડ
  9. 1/2 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  10. 1/2 ટી સ્પૂનધાણાજીરા નો પાઉડર
  11. 1/4 ટી સ્પૂનહળદર
  12. 1 ટેબલ સ્પૂનતેલ
  13. 1/4 ટી સ્પૂનહીંગ
  14. ચપટીસોડા
  15. 1 ટી સ્પૂનતલ
  16. મીઠું સ્વાદ મુજબ
  17. પાપડી માટે
  18. 250 ગ્રામસુરતી પાપડી
  19. 1/2 ટી સ્પૂનઅજમો
  20. 1/4 ટી સ્પૂનહીંગ
  21. 1/4 ટી સ્પૂનહળદર
  22. 2ચમચા તેલ
  23. 2 નંગસૂકા લાલ મરચાં
  24. મીઠું સ્વાદ મુજબ
  25. પેસ્ટ માટે
  26. 1 ટેબલ સ્પૂનશીંગદાણા
  27. 1 ટેબલ સ્પૂનકોપરાનું ખમણ
  28. 7-8લવિંગિયા મરચાં
  29. 1 ટુકડોઆદુ
  30. 1/2 કપલીલું લસણ ઝીણું સમારેલું
  31. 1/4 કપસમારેલી કોથમીર
  32. 7-8બ્લાંચ કરેલા પાલકના પાન
  33. શાક માટે
  34. 2ચમચા તેલ
  35. 1/4 ટી સ્પૂનહીંગ
  36. 1 ટેબલ સ્પૂનલસણની પેસ્ટ
  37. 1/4 ટી સ્પૂનહળદર
  38. 1/2 ટી સ્પૂનધાણાજીરા નો પાઉડર
  39. 1 ટેબલ સ્પૂનધાણાજીરા નો પાઉડર
  40. 1 ટી સ્પૂનખાંડ
  41. મીઠું સ્વાદ મુજબ
  42. ગાર્નીશિંગ માટે લીલું લસણ

રાંધવાની સૂચનાઓ

40 minutes
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં મુઠીયા માટેનો લોટ લઇ લેવો. પછી તેમાં બધા મસાલા ઉમેરી મિક્સ કરી લેવું. પછી તેમાં ઝીણી સમારેલી મેથી ઉમેરી મુઠીયા નો કઠણ લોટ બાંધી લેવો.

  2. 2

    પછી તેલ વાળા હાથ કરી નાની સાઈઝ ના મુઠીયા વાળી લેવા. અને તેને સ્ટીમરમાં મૂકી મુઠીયા 15 મિનિટ માટે સ્ટીમ કરી લેવા.

  3. 3

    હવે એક કૂકરમાં 2 ચમચા તેલ લઇ તેમાં સૂકા લાલ મરચા,અજમો અને હિંગનો વઘાર કરવો પછી તેમાં ધોઈ ને નીતારેલી પાપડી ઉમેરી બરોબર મિક્સ કરી લેવું. પછી તેમાં મીઠું હળદર અને પાણી ઉમેરી કુકર બંધ કરી બે સીટી વગાડી લેવી.

  4. 4

    હવે એક મિક્સર જારમાં શીંગદાણા, કોપરાનું ખમણ, સમારેલું લીલું લસણ, સમારેલી કોથમીર,બ્લાન્ચ કરેલી પાલક, લવિંગિયા મરચાં અને આદુ ને ગ્રાઇન્ડ કરી પેસ્ટ બનાવી લેવી.

  5. 5

    હવે એક તપેલીમાં 2 ચમચા તેલ તેમાં હિંગ અને લસણ ની પેસ્ટ નાખી સાંતળી લેવું. પછી તેમાં લીલી પેસ્ટ ઉમેરી સાંતળો. બે મિનીટ પછી તેમાં હળદર ધાણાજીરૂ અને ખાંડ ઉમેરી મિક્સ કરી લેવું.

  6. 6

    પછી તેમાં કુકર ની પાપડી પાણી સાથે ઉમેરી મિક્સ કરી લેવું પછી તેને ઢાંકણ ઢાંકી બેથી ત્રણ મિનિટ માટે ચડવા દેવું તેલ છૂટું પડે એટલે તેમાં મુઠીયા ઉમેરી મિક્ષ કરી લેવું મીઠું ઓછું હોય તો તે પણ ઉમેરી દેવું.

  7. 7

    મુઠીયા ને મિક્સ કરી પાંચ મિનિટ માટે ઢાંકણ ઢાંકી ચડવા દેવું. પછી ગેસ બંધ કરી લેવો.

  8. 8

    હવે તેને સર્વિંગ બાઉલમાં લઈ ઉપર લીલા લસણ થી ગાર્નીશ કરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

ટિપ્પણીઓ (33)

Similar Recipes