ટોપરાપાક (Toprapaak Recipe In Gujarati)

#EB
#Week15
#childhood
#Cookpadindia
#Cookpadgujrati
ટોપરાપાકને અમુક લોકો કોપરાપાક અને કોકોનટ બરફીનાં નામે પણ ઓળખે છે.આ ખુબજ સરળ મિઠાઈ છે.આ મિઠાઈ ફ્રેશ કોકોનટ છીણ,દૂધ,સાકર અને માવાથી પણ બને છે. આ મિઠાઈ ને આપણે કોઈ પણ તહેવાર માં બનાવીએ છીએ.
આ વાનગી મને બાળપણ થી પિય છે. મારી મમ્મી જે રીતે બનાવતી હતી તે જ રીતે મેં પણ અહીં ટોપરાપાક બનાવ્યા છે.
મારા ઘરે 15 દિવસે 1 વાર જરુર થી મારી મમ્મી આ વાનગી
બનાવતાં. અને તહેવારમાં પણ મારી મમ્મી બનાવતી.હું પણ મારી મમ્મીની જેમ નાના મોટા વાર તહેવારે આ મિઠાઈ બનાવું છું.

રાંધવાની સૂચનાઓ
- 1
પુર્વ તૈયારી માટે‐-- સૌ પ્રથમ એક પેન લો અને તેને ઘી થી ગ્રીસ કરી લો અને સાઈડમાં રાખો.
હવે દૂધમાં બોળેલું કેસર લો અને તેને ગરમ કરી તેને હાથે થી મસળી લો.જેથી રોયલ પીળો કલર આવી જાય.હવે આને પણ સાઈડ પર રાખો.(આ પ્રક્રિયા એકદમ ઓપ્શન્લ છે.જો કેસર નાં હોયતો તમે પીળો ફૂડ કલર પણ લઈ શકો છો.) - 2
સૌ પ્રથમ એક પેન લો.તેમાં કોપરાનું છીણ,સાકર,દૂધ (ઘટક માપ અનુસાર) નાંખો અને મિક્સ કરો.અને મિડીયમ ફ્લેમ પર કુક થવા દો. 15 થી 17 મિનીટ સુધી સતત હલાવતાં રહેવું જ્યાં સુધી આ મિશ્રણ એક લિક્વીડ સ્વરુપમાં ના આવે ત્યાં સુધી.
- 3
ત્યાર બાદ તેમાં દૂધમાં બોળેલું કેસર,ઈલાયચી પાઉડર, અને મોળો માવો નાંખો અને સારી રીતે મિક્સ કરી લો.
- 4
હવે 10 મિનીટ સુધી સતત હલાવતાં રહેવું અને આ મિશ્રણ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો.
- 5
પછી તેને ગ્રીસ કરેલ પ્લેટ પર ટ્રાન્સફર કરો.અને સારી રીતે પ્રેસ કરો અને તેની ઉપર બદામ,કાજુ,પિસ્તાની કતરણથી ગાર્નિશ કરો.અને થોડું પ્રેસ કરો જેથી તે સરસ રીતે સેટ થઈ જાય.અને ઠંડ થવા સાઈડ પર મૂકી દો.
- 6
પછી તેનાં એક સરખાં પીસ કરીને સર્વ કરો.
- 7
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (27)