રવા ના પુડલા (Rava Pudla Recipe In Gujarati)

Rita Vaghela @aarvi55
રોજ રાતે શાક ભાખરી ખાઈને કંટાળી ગયા હોય તો રવાના પુડલા મસ્ત બને છે. ખાવાની મજા કંઇક ઓર જ હોય છે.
રવા ના પુડલા (Rava Pudla Recipe In Gujarati)
રોજ રાતે શાક ભાખરી ખાઈને કંટાળી ગયા હોય તો રવાના પુડલા મસ્ત બને છે. ખાવાની મજા કંઇક ઓર જ હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રવાને સારી રીતે ચાળીને તેમાં દહીં ઉમેરવું. ત્યાર પછી ધીમે ધીમે થોડું-થોડું કરીને પાણી ઉમેરતા જવું. મિશ્રણ ઘટ થાય ત્યાં સુધી પાણી ઉમેરવું 1 કલાક મિનિટ ઢાંકીને રાખી મૂકવું.
- 2
ત્યારબાદ તેમાં બારીક કાપેલા મરચા, કોથમીર, ડુંગળી, ટામેટું અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીને સારી રીતે મિક્સ કરી લેવું.
- 3
ત્યારબાદ ગેસ પર તવી મુકી સારી રીતે ગરમ થઇ ગયા બાદ થોડું તેલ તવીમાં ફેલાવી દેવું. મધ્યમ આંચ પર આ મિશ્રણને તવી પર નાખીને ફેલાવી દેવું.
- 4
પુડલા ની ફરતે થોડું તેલ નાખીને બીજી બાજુ શેકી લેવું. બરાબર શેકાઈ ગયા બાદ ગરમ ગરમ ટામેટા કેચપ સાથે સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15478233








ટિપ્પણીઓ