ચૂરમાના લાડુ(Churma na ladoo recipe in Gujarati)

Hetal Vithlani @Hetal_pv31
ચૂરમાના લાડુ(Churma na ladoo recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ત્રણે લોટ મિક્સ કરી લો. હવે તેમાં મૂઠ્ઠી પડતું ઘી નો મોણ એડ કરી હૂંફાળા ગરમ પાણીથી ભાખરી જેવો કઠણ લોટ બાંધી લો. (દસ મિનિટ ઢાંકીને રહેવા દો.)
- 2
હવે એક પેનમાં તેલ અથવા ઘી ગરમ કરવા મૂકી દો. બાંધેલા લોટ ના પિન્ડિયા (મુઠીયા) વાડી slow flame પર બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લો. પિન્ડિયા ને ઠરવા દો.
- 3
ઠંડા થઇ ગયા પછી તેના ટુકડા કરી મિક્સરમાં દળી લો. હવે તેને મોટી ચારણી થી ચાળી લો.
- 4
હવે એક પેનમાં એક ચમચી ઘી મૂકી કાજુ બદામ ના ટુકડા અને કિસમિસ ને થોડા તળી એક ડિશમાં કાઢી લો. હવે તેજ પેનમાં ઘી અને ગોળની પાય કરી ચાળેલા લોટ માં એડ કરો.(તેમજ કાજુ બદામ ના ટુકડા એલચીનો ભૂકો એડ કરો.)
- 5
હવે તેને મનગમતા આકાર ના લાડુ વાળી તૈયાર કરો. ઉપરથી ખસખસ છાંટી પીસ્તા ની કતરણ અને ગુલાબની પાંદડી થી ગાર્નીશ કરો. તૈયાર છે ચૂરમા ના લાડુ.....
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15486265






ટિપ્પણીઓ (29)