પુનેરી મિસળ (Puneri Misal Recipe In Gujarati)

#TT2
#Cookpadgujrati
#Cookpadindia
#Punerimisal
મહારાષ્ટ્રની આ એક અતિ પ્રખ્યાત વાનગી મિસલ છે.
જેમકે, થાણે મિસળ, કોલ્હાપુરી મિસળ, સતારી મિસળ, વગેરે વગેરે.. એમાંથી મેં પણ અહીં પુનેરી મિસળ બનાવેલ છે.
આ વાનગી સ્વાદિષ્ટ તો છે પણ તેમાં લહેજત પણ વધુ છે.
મિસળપાવ એ આરોગ્યદાઈ કઠોળ સાથે ટામેટાં અને કાંદાનો તીખો સ્વાદ તે ઉપરાંત તેમાં વાપરેલ મસાલા પાઉડર અને ખાસ તૈયાર કરેલ નારિયેળ-કાંદાનો મસાલો તેની તીખાશને વધુ સ્વાદિષ્ટ બનાવવામાં તેમાં મિક્સ ફરસાણ,બટાટાની સૂકી ભાજી,દહીં,લાદીપાવ સાથે આ મિસળને વધુ સ્વાદિષ્ટ બનાવવામાં આવ્યું છે.
આ મહારાષ્ટ્રની ટ્રેડીશન્લ વાનગી છે. જે અલગ જ પ્રકારના મસાલા સાથે બને છે. માટે જ મહારાષ્ટ્રમાં આવેલ દરેક સ્ટ્રીટ પર મળતું ફેમશ ફુડ એટલે મિસળપાવ ગણાય છે.

રાંધવાની સૂચનાઓ
- 1
મિસળ મસાલા માટે સામગ્રીની તૈયારી ⬇️
સૌ પ્રથમ એક પેનમાં 1થી 2 ચમચી તેલ ગરમ કરી તેમાં બારીક સમારેલી ડુંગળી,આદુ અને લસણની કળી ગોલ્ડન રંગ થાય ત્યાં સુધી રોસ્ટ કરો.ત્યાર બાદ તેમાં બારીક સમારેલ ટોમેટો પણ રોસ્ટ કરો. હવે આ મિશ્રણને રેસ્ટ આપો. - 2
ત્યાર બાદ ફરી એક વાર પેનમાં 1થી 2 ચમચી તેલ ગરમ કરી ડ્રાય કોકોનટ છીણ,આખા ધાણા,જીરું,મરી, તજનો ટૂકડો 1 મિનીટ સુધી સ્લો ફ્લેમ પર રોસ્ટ કરો. હવે આ મિશ્રણ ને રેસ્ટ આપો.
બને સરસ રીતે ઠંડ થયા પછી મિક્સર જારમાં બને સાથે પીસીને સ્મુથ પેસ્ટ રેડી કરો.
હવે મિસળ મસાલો બની ગયો. - 3
મિસળ બનાવા માટે ⬇️
સૌ પ્રથમ મટકી 1કપ જેટલી લો. 2 થી 3વાર પાણીમાં ધોઈને 5થી 6 ક્લાક પાણી માં પલાળી રાખો.ત્યાર બાદ બધુ પાણી નિતરી જાય ત્યારે એક કોટન કાપડમાં મટકીને ટાઈટ બાંધીને ગરમ જગ્યાએ એક આખી રાત રાખી મૂકો. જેથી મટકીનાં ફણગા ફુટે.
હવે એક કુકરમાં ફણગાવેલ મટકી લઈ તેમાં જરુર મુજબ પાણી નાંખો.સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને 1/4 ચમચી હળદર નાંખી કુકરમાં 1સીટી આપી ગૅસ બંધ કરી દો. - 4
ત્યાર બાદ બાફેલ મટકી મિક્સ કરો. અને જરુર મુજબ પાણી નાખી 2 થી 3 બોઈલ આવે ત્યારે ગેસ બંધ કરી દો. ઉપરથી બારીક સમારેલી કોથમીર ભભરાવી.
હવે મિસળ બનીને રેડી છે. - 5
બીજી બાજુ એક પેન માં 3 થી 4 ચમચી તેલ ગરમ કરી લીમડાનાં પાન અને હીંગ નો વગાર કરી બારીક સમારેલી ડુંગળી,ટોમેટો 5મિનીટ સાંતડવા.ત્યાર બાદ તેમાં મિસળનો મસાલાની પેસ્ટ (ઘટક 1મુજબ) મિક્સ કરો અને બધું બરાબર હલવી લો.હવે તેલ છુટું પડે ત્યારે લાલ તીખું મરચું પાઉડર, ગોળામસાલા,ગરમ મસાલો,અને ગોળ ઉમેરો.
- 6
બટાટાની સૂકી ભાજી⬇️
એક પેનમાં 1થી 2 ચમચી તેલ ગરમ કરી જીરું,રાઈ,લીમડો અને હીંગ,લીલાં મરચાં બારિક કટ કરેલનો વગાર કરી બાફેલ બટાકા અને સ્મેચ કરી વગારમાં મિક્સ કરો અને સ્વાદ પ્રમાણે મીઠું નાંખી કોથમીર ઉપરથી નાંખી 1મિનીટ પછી ગૅસ બંધ કરી દો. - 7
હવે આપણે રેડી કરેલ પુનામિસળ,બટાટાની સૂકી ભાજી અને મિસળ રસો સાથે બનીને તૈયાર છે. સર્વ કરો મિક્સ ફરસાણ,રસો, લીબું, ડુંગળી અને લાદીપાવ સાથે.
- 8
- 9
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (42)