પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)

#TT3
Paneer chilli dray
#mr
#Coopadgujrati
#CookpadIndia
પનીર ચીલી ડ્રાય એ એક ચાઈનીઝ સ્ટાટર છે. તે સ્ટ્રીટ ફૂડ છે. તેમાં પનીર ની સાથે કેપ્સીકમ અને ડૂંગળી નો ઉપયોગ કરીને બનાવા માં આવે છે અને સાથે ચાઈનીઝ સોસ પણ ઉપયોગ કરવામાં આવે છે. આ ડિશ એટલી સ્વાદિષ્ટ હોય છે કે તે નાના મોટા બધા ને ભાવે તેવી છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પનીર ને સમારી લો. પછી તેમાં કોર્ન ફ્લોર,મેંદા અને બધા મસાલા કરી લો. પછી તેમાં 2 ટી સ્પૂન પાણી નાખીને સારી રીતે મિક્સ કરો. પછી તેને 30 મિનિટ સુધી ફ્રીજ મા રાખી દો. પછી તેલ ગરમ કરી તેમાં તળી લો. લાઈટ બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળો.
- 2
હવે એક પેન માં તેલ ગરમ કરી તેમાં આદું મરચાં અને લસણની પેસ્ટ નાખીને થોડીવાર સાંતળો પછી તેમાં વેજીટેબલ નાખી સાંતળો.
- 3
હવે તેમાં સોયા સોસ, ટોમેટો સોસ અને બધા મસાલા કરી બરાબર મિક્સ કરી લેવાનું. અને હવે તૈયાર કરેલ પનીર નાખો. પછી તેમાં કોર્ન ફ્લોર ની સ્લરી નાખી બરાબર મિક્સ કરી લેવાનું પછી તેમાં છેલ્લે પાણી નાખી 5-7 મિનિટ સુધી કુક થવા દો. પછી ગેસ બંધ કરી દો. તૈયાર છે પનીર ચીલી ડ્રાય.
- 4
હવે તેને સવિઁગ પ્લેટ માં લઈ લો પછી તેને કોથમીર અને તલ થી ગાઁનિશ કરી ગરમ ગરમ સર્વ કરો.
- 5
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (22)