બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)

Tejal Rathod Vaja @Tejalvaja20
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ પર એક પેન માં તેલ ઉમેરી ગરમ કરવું..ગરમ થાય એટલે તેમાં રાઈ,જીરું અને હિંગ ઉમેરવા..પછી તેમાં લીલું મરચું કાપી ને ઉમેરવું...પછી ડુંગળી ઉમેરી તેને ચડવા દેવી..પછી તેમાં ટમેટું ઉમેરી અને ચડવા દેવું..ત્યાર બાદ તેમાં બટાકા ના કટકા કરી ને ઉમેરવા..
- 2
પછી તેમાં સ્વાદ મુજબ મીઠું, હળદર,લીંબુ નો રસ, ખાંડ બધું ઉમેરી મિક્સ કરવું...પછી પૌવા ને સરસ ધોઈ અને તેમાં ઉમેરવા અને બધું સરસ મિક્સ કરવુ..અને ગેસ બંધ કરી દેવો..ઉપર થી તેમાં સેવ, માંડવી ના તરેલા દાણા,સમારેલી ડુંગળી ટામેટાં અને કોથમીર ઉમેરવી. તો તૈયાર છે ખુબજ જલ્દી બની જાય તેવો નાસ્તો બટાકા પૌવા..તેને મે સવાર ના નાસ્તા માં બનાવ્યા છે.. સર્વ કર્યા છે...
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15623473




ટિપ્પણીઓ (4)