રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટાને છોલીને કૂકરમાં મીઠું નાખીને સહેજ કડક બાફી લેવા. જેથી બટેટામાં અંદર સુધી મીઠું ચડી જાય... મોળા ના લાગે.
- 2
હવે લસણમાં તલ, શીંગદાણા, મીઠું, મરચું અને ધાણાજીરું નાખી ને ચટણી વાટી લેવી.
- 3
હવે લોયામાં તેલ ગરમ મૂકીને પહેલા એમાં બાફેલા બટાકા તળી લો. હવે એ જ તેલમાં રાઈ જીરાનો વઘાર કરી તેમાં તૈયાર કરેલી લસણની ચટણી સાંતળી લો. હવે તેમાં તળેલા બટાકા ઉમેરી દો. જરૂર મુજબ 2-4 ચમચી પાણી ઉમેરો જેથી મસાલો બટાકા ઉપર ચડી જાય.
- 4
5 મિનિટ ઢાંકીને થવા દો. કોથમીર ભભરાવી ને સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15727166




ટિપ્પણીઓ